- રાહત પેકેજની જાહેરાત અંગે વલસાડ જિલ્લાના ખેડૂતોને કોઈ પણ પ્રકારની જાણકારી નથી
- નુકસાનીના વળતર અંગે હજુ સુધી સર્વે કરવામાં આવ્યો છે કે નહીં તે અંગે પણ ખેડૂતો અજાણ
- રાહત પેકેજમાં સરકાર કેટલા અને કેવી રીતે નાણાં ચૂકવશે તે અંગે પણ ખેડૂતો હાજર રહ્યા છે
વલસાડ: સમગ્ર ભારતભરમાં હાફુસની કેરી માટે પ્રખ્યાત એવા વલસાડ જિલ્લામાં ગત માસમાં વાવાઝોડા સાથે આવેલા ભારે વરસાદથી કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. આંબાવાડીમાં તૈયાર થઈને ઝાડ પર જુલતો કેરીનો પાક વાવાઝોડાને કારણે નીચે પટકાઈ જતા અનેક ખેડૂતોની એક વર્ષની આખી મહેનત પર પાણી ફરી વળ્યું છે. જોકે, તે બાદ પણ આંબાવાડીમાં બચેલી કેરીઓ માટે ખેડૂત વેપારીઓ સુધી પહોંચ્યો છે, પરંતુ જોઈએ તે પ્રમાણમાં કેરીના ભાવો મળી નથી રહ્યા. જેના કારણે ખેડૂતોને પડતા ઉપર પાટુ જેવી સ્થિતિ સર્જાઇ રહી છે. તેઓએ સમગ્ર વર્ષમાં ખર્ચ કરેલા રાસાયણિક દવા ખાતર અને અન્ય ખર્ચનાં પણ વળતર સ્વરૂપે મળી નથી રહ્યા. વલસાડ જિલ્લામાં 36 હજાર હેક્ટરમાં કેરીનું પાકનું વાવેતર છે. જેમાં વાવાઝોડાને કારણે અંદાજિત 7 હજાર હેક્ટરમાં નુકસાની થઈ હોવાનો અંદાજ ખેડૂતો દ્વારા હાલ લગાવવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો:ડાંગ જિલ્લામાં નુકસાનીનું વળતર મેળવવા 3715 ખેડૂતોની દરખાસ્ત રજૂ કરાઇ
વાવાઝોડામાં નુકસાન થયેલા લોકોને ગુજરાત સરકારે વળતરની જાહેરાત કરી છે જેમાં ખેડૂત પણ શામેલ
વાવાઝોડું ગયા બાદ નુકસાનીના વળતર સ્વરૂપે સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. જેમાં નુકસાન થયેલા અસરગ્રસ્તોની સાથે-સાથે આંબાવાડીમાં નુકસાન થયેલા ખેડૂતોનો પણ સમાવેશ થાય છે, પરંતુ વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કોઈપણ પ્રકારનો સર્વે થયો હોય એવું જણાઈ આવતું નથી. તો સાથે-સાથે વલસાડ જિલ્લાના અનેક ગામોના ખેડૂતો પણ જણાવી રહ્યા છે. હજુ સુધી કોઈપણ સરકારી કર્મચારી તેમના ખેતર સુધી સર્વે કરવા માટે પહોંચ્યા નથી અને તેમને સરકારી રાહત પેકેજમાંથી ક્યારે અને કેવી રીતે વળતર મળશે. આ અંગે પણ કોઈપણ જાણકારી હજુ સુધી મળી નથી રહી.