ગુજરાત

gujarat

ETV Bharat / state

પારડીની કોલક નદીમાં પાણી સુકાઈ જતા નહેરમાંથી પાણી આપવાની ગ્રામજનોની માંગ

વલસાડઃ પારડીની કોલક નદીમાં પાણી સુકાઈ જતાં નહેરમાંથી પાણી આપવાની માંગ સાતે જિલ્લા પંચાયત સભ્ય દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. પાણીના અભાવને કારણે બે ગામોના લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો છે.

prd

By

Published : May 17, 2019, 2:30 PM IST

પારડી તાલુકાના આરનાલા ગામેથી વહેતી કોલક નદી આરનાલ અને પાટી એમ બે ગામોના લોકો અને ખેડૂતોને પાણી પૂરું પાડે છે, પરંતુ તેના ઉપર પાણી રોકવા માટે બનાવવામાં આવેલા ચેક ડેમના દરવાજા તૂટી ગયા હોવાથી પાણી વહી ગયું છે. જેના કારણે નદીમાં પાણીનું સ્તર ઉંડે ઉતરી ગયું છે. આથી ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વખત આવ્યો છે. બંને ગામોના ખેડૂતોની પાણીની સમસ્યા દૂર કરવા માટે જ 2001માં ચેક ડેમ કમ કોઝવેનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ ગણતરીના સમયમાં જ આ ચેકડેમના દરવાજા કોહવાઈ ગયા હતા અને તૂટી ગયા હતા. આ કારણે ચેક જે હેતુથી બનાવવામાં આવ્યો હતો તે હેતુ પાર પડ્યો નથી. વરસાદી પાણી જે રિચાર્જ માટે ચેકડેમ ઉપર રોકવાનું હોય છે તે તમામ પાણી સીધુ દરિયામાં વહી જાય છે.

પારડીની કોલક નદી સુકાઈ જતાં નજીકમાં આવેલી નહેરમાંથી પાણી આપવાની માંગ

તેમાંય ઉનાળાની સિઝન ચાલતી હોવાથી નદીમાં ઉંડે ઉતરેલું પાણી પણ સુકાઈ ગયુ છે. જેના કારણે બંને ગામોના ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાનું તાકીદે નિવારણ લાવવા માટે જિલ્લા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા શિવાજીભાઈ પટેલ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. તેમજ તાત્કાલિક ધોરણે વૈકલ્પિક સુવિધ ઉભી કરી આ સમસ્યા દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

કોલક નદી જ્યાં સુકાઈ ગઈ છે તેનાથી એકાદ-દોઢ કિલોમીટરના અંતરે દમણગંગા નહેર આવેલી છે. જેમાં 24 કલાક પાણી વહે છે. જો નદીના કોઝવેના દરવાજા દુરસ્ત કરી નહેરનું પાણી પહોંચાડવમાં આવે તો જમીનના જળસ્તર ઉપર આવશે અને ખેડૂતોને પૂરતું પાણી પણ મળી રહે તેમ છે. ત્યારે આ બાબતે કલેક્ટરે સ્થાનિકોને વહેલીતકે સમસ્યા દૂર કરવાનું આશ્વાસન આપ્યું છે.

ABOUT THE AUTHOR

...view details