ધરમપુર તાલુકાના બોકડધરા ગામે આવેલ આંબા વાડીમાં રાત્રિ દરમિયાન માણસની શોધમાં આવી ચડેલ દીપડી કૂવામાં ખાબકી હતી. બહાર ન નીકળી શકતા તેની ગર્જનાના અવાજે લોકોમાં કુતૂહલ જગાવ્યું હતું. જ્યારે લોકોને જાણકારી મળી કે, દીપડી કૂવામાં પડી છે. તો લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બનેલી ઘટના બાદ જંગલ ખાતાના આધિકારીને જાણકારી આપવામાં આવતા દીપડીને રેસ્ક્યુ માટેના તમામ સાધન સામગ્રી લઈ જંગલ વિભાગ પોહચ્યું હતું અને સતત બેથી અઢી કલાકની જહેમત બાદ દીપડીને બહાર કાઢવામાં આવી હતી.
ધરમપુરમાં આખી રાત કુવામાં પડી રહેલી દિપડીનું મોત - Valsad Latest News
વલસાડઃ જિલ્લાના ધરમપુર તાલુકાના બોકડધરા ગામે કુવામાં પડેલી દીપડીનું રેસ્ક્યુ તો કરાયું પણ વધુ સમય સુધી પાણીમાં રહેવાને કારણે દીપડીનું મોત થતા, જંગલ વિભાગ દ્વારા PM કરાવી અંતિમ વિધિ કરાઈ હતી.
![ધરમપુરમાં આખી રાત કુવામાં પડી રહેલી દિપડીનું મોત બોકડધરા ગામે દીપડીનું કૂવામાંથી રેસ્ક્યુ બાદ મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5234962-thumbnail-3x2-ssssssss.jpg)
બોકડધરા ગામે દીપડીનું કૂવામાંથી રેસ્ક્યુ બાદ મોત
આ કાર્યમાં સ્થાનિકોએ પણ જંગલ વિભાગના કર્મચારીને સહયોગ કર્યો હતો. રેસ્ક્યુ બાદ ફોરેસ્ટ વિભાગે વેટરનીટી પાસે તપાસ કરાવ્યા બાદ દીપડીને વાંસદા ખાતે મોકલી દેવાઈ હતી પરંતુ આખી રાત કુવાના પાણીમાં રહેવાને કારણે ફેફસામાં પાણી જવાથી તેનું મોત થયું હતું. ફોરેસ્ટ વિભાગે તેનું પોસ્ટમોર્ટમ કરી અંતિમ વિધિ કરી હતી.