વાપી વલસાડ જિલ્લો ફટાકડાના વેપાર ( Firecrackers market in Valsad) માટે ખૂબ જાણીતો જિલ્લો છે. અહીં દિવાળી પર્વને લોકો હર્ષોલ્લાસભેર ઉજવે છે. જો કે, કોરોના કાળના 2 વર્ષ ફટાકડાના વેપારીઓ માટે નીરસ રહ્યા બાદ, આ વર્ષે પણ હજુ સુધી જોઈએ તેવી ઘરાકી નથી. જ્યારે ફટાકડાનું ઉત્પાદન ઓછું હોય ડિમાન્ડડેબલ ફટાકડા 40 ટકા મોંઘા ( 40 Persent Price Hike ) થયા છે જે લોકોનું બજેટ ખોરવી રહ્યા છે.
આ વર્ષે પણ હજુ સુધી જોઈએ તેવી ઘરાકી નથી 40 ટકા ભાવવધારાથી ઘરાકોમાં નીરસતાવલસાડ જિલ્લામાં ફટાકડાના વેપાર ( Firecrackers market in Valsad) માં ખૂબ જ જાણીતા એવા વાપીના આશાપુરા સ્ટોરના પ્રોપરાઈટર મહેન્દ્ર સિંહ જાડેજા અને ભિલાડના લક્ષ્મી જનરલ સ્ટોરના પ્રોપરાઈટર નરેશ કુમાર શાહને ત્યાં વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી તેમજ વાપી-વલસાડ ઉમરગામ શહેરમાંથી મોટી સંખ્યામાં લોકો ફટાકડાની ખરીદી કરવા આવી રહ્યા છે. ફટાકડા ખરીદીમાં આ વર્ષે જોઈએ તેવી ઘરાકી જોવા મળતી નથી. જે અંગે વેપારીઓનું કહેવું છે કે, કોરોના કાળના 2 વર્ષ બાદ આ વર્ષે ઘરાકી જરૂર નીકળી છે. પરંતુ તામિલનાડુના શિવા કાશી અને રાજકોટ અમદાવાદ જેવા શહેરોમાંથી આવતા ફટાકડામાં 30 થી 40 ટકા જેટલો ભાવ વધારો ( 40 Persent Price Hike ) ગ્રાહકોના બજેટને ખોરવી રહ્યો છે.
વિશેષ પ્રકારના કેમિકલમાંથી બનતા ફટાકડા પર પાબંધીફટાકડાના વેપારીઓના ( Firecrackers market in Valsad) જણાવ્યા મુજબ દર વર્ષની સરખામણીએ આ વર્ષે કેમિકલના, લેબરમાં અને પેપરમાં ભાવ વધારો ( price hike ) થતાં ફાટકડામાં પણ ભાવ વધારો થયો છે. લોકોમાં દિવાળી પર્વ મનાવવાનો ઉત્સાહ જરૂર છે. પરંતુ ભાવ વધારો હોય ખરીદી પર વેપારીઓનો નફો સીમિત થયો છે. જ્યારે વિશેષ પ્રકારના કેમિકલમાંથી બનતા ફટાકડા પર પાબંધી હોય ફાટકડામાં શોર્ટેજ જોવા મળી રહી છે.
સારા અને ફ્રેશ ફટાકડા રિઝનેબલ ભાવે મળે છે વલસાડના વાપીમાં અને ભિલાડ ખાતે છેક વલસાડ શહેરમાંથી તેમજ નજીકના દમણ, દાદરા નગર હવેલીમાંથી, મહારાષ્ટ્રના સરહદી જિલ્લા એવા પાલઘરમાંથી લોકો ફટાકડાની ખરીદી કરવા આવે છે. આવા જ એક ગ્રાહક હરીશ ગોહિલ અને તેમના મિત્રોએ જણાવ્યું હતું કે, અહીં સારા અને ફ્રેશ ફટાકડા રિઝનેબલ ભાવે મળે છે. એ ઉપરાંત બાળકોને ગમતા તેમજ મોટેરાઓની પસંદની તમામ વેરાયટીના ફટાકડા મળી રહે છે. એટલે દિવાળીના સપ્તાહ પહેલાં જ દર વર્ષે અહીં ખરીદી કરવા આવે છે.
મોંઘવારીને ધ્યાને રાખી ફટાકડામાં ભાવવધારોવાપીના નજીકના ગ્રામ્ય વિસ્તારમાંથી ખરીદી કરવા આવેલા કિંજલ પટેલે જણાવ્યું હતું કે, કોરોના કાળના 2 વર્ષ બાદ આ વર્ષે ફટાકડાની ખરીદી કરવા નીકળ્યા છે. મોંઘવારીને ધ્યાને રાખી ફટeકડામાં ભાવવધારો ( price hike ) છે. પરંતુ હોલસેલ વેપારીઓને ત્યાં રિઝનેબલ ભાવે ફટાકડા મળતા હોય બજેટ પર કાપ મૂક્યા વિના બાળકો માટે ફટાકડાની ખરીદી કરી છે.
અન્ય ખરીદી પર કાપ મૂકી બજેટ મુજબ ફટાકડાની ખરીદી કરી ઉલ્લેખનીય છે કે ફટાકડા બજારમાં 30 થી 40 ટકાનો ભાવ વધારો ( 40 Persent Price Hike ) થયો હોય આ વર્ષે લોકોએ ફટાકડાની ખરીદી માટે અન્ય ખરીદી પર કાપ મૂકી બજેટ મુજબ ફટાકડાની ખરીદી કરી છે. આ વર્ષે દર વર્ષની જેમ સુતરી બૉમ્બ, ગોવા-28 પ્રકારના ફટાકડાની ડિમાન્ડ છે. જેમાં ગોવા-28 ની શોર્ટેજ વર્તાઈ રહી છે. લોકોએ ઉત્સાહભેર સુતરી બૉમ્બ સહિત બાળકો માટે તારાં, કોઠી, ભોંય ચકરી, પૉપઅપ, કિટકેટ, ચિટપુટ, નોન પોલ્યુશન ફટાકડા જેવી વિવિધ આઈટમોની ખરીદી કરી હતી. જો કે વેપારીઓએ ( Firecrackers market in Valsad) ભાવવધારા સાથે વરસાદનું વિઘ્ન ધ્યાને રાખી જરૂરિયાત મુજબનો જથ્થો મંગાવવાનું હાલ પૂરતું મુનાસીબ માન્યું છે. જેને કારણે નફાનું ધોરણ ઘટ્યું છે. પરંતુ લોકો આ મહા પર્વને હર્ષોલ્લાસભેર ઉજવે તેવા આશયથી છેલ્લી ઘડીએ ઘરાકી નીકળશે તેવી આશા સેવી રહ્યા છે.