વલસાડમાં લગ્ન મંડપમાં યુવકને કરંટ લાગતા મોત - current
વલસાડઃ વલસાડ નજીક આવેલા અતુલ ખાતે લગ્ન મંડપમાં નાચવા આવેલ યુવક મંડપની બહાર નીકળતા વીજકરંટ લાગતા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જતા, જ્યાં તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.
વલસાડ નજીકમાં આવેલા અતુલ જલારામ નગરમાં તારીખ 4 જુલાઈના રોજ રાકેશના લગ્ન હોય 3 તારીખે રાત્રે મંડપ એટલે કે ડીજે સંગીતના કાર્યક્રમમાં હાજરી આપવામાં આવેલ વલસાડ ગાડરીયા ગામનો યુવક સુનિલ સુમન ભાઈ નાયકા ઉ.વ.27 લગ્નમાં રસ ગરબામાં આવ્યો હતો. ત્યારબાદ તે મંડપની બહાર દિવ્યેશ આનંદ અને સુનિલ હવા ખાવા ખુલ્લામાં નીકળ્યા હતા, જ્યાં રાકેશના ઘર સુધી વીજલાઈનનો વાયર ખેંચવામાં આવ્યો હતો. આ જીવંત વાયર સુનીલને માથાના ભાગે અડી જતા સુનિલ જમીન ઉપર પટકાતા તરત જ 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો,જ્યાં સારવાર દરમ્યાન સુનિલનું મૃત્યુ નીપજ્યુ હતું. ઘટનાની જાણકારી મળતા વલસાડ રૂરલ પોલીસ પણ હોસ્પિટલ સુધી પોહચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી