વાપી:દક્ષિણ ગુજરાત સહિત વલસાડ જિલ્લા સહિત નવસારીમાં હાલ તમામ નદીઓ (River overflow in South Gujarat) બેકાંઠે વહી રહી છે. જેના પુરના ધસમસતા પાણીમાં કાંઠા વિસ્તારના અનેક લોકો (People stucked in Waterlogged in Valsad) ફસાયા છે. ગુરુવારે નવસારીના ગણદેવી વિસ્તારમાંથી પસાર થતી કાવેરી નદીના (Kaveri River Flood Situation) પાણી નજીકના તોરણા ગામમાં ફરી વળતા ગામ આખું બેટમાં (Village Turn in Island) ફરેવાયું હતું. આ ગામે અનેક એવા પરિવારો પાણી વચ્ચે ફસાયા હતા. જેમને બચાવવા માટે ભારતીય કોસ્ટગાર્ડની મદદ લેવામાં આવી હતી. કોસ્ટગાર્ડની ટીમે બે દિવસથી ધાબા પર ફસાયેલા લોકોને બચાવવા માટે એક રેસક્યુ ઑપરેશન શરૂ કર્યું હતું.
આ પણ વાંચોઃ નવસારીમાં પૂરઃ નવસારીમાં NDRFનું મેગા રેસ્ક્યૂ ઓપરેશન
હેલિકોપ્ટરથી રેસક્યુઃ મહત્વના આ ઓપરેશનમાં દમણ કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ખરા અર્થમાં દેવદૂત બનીને આવ્યું હતું. જેમાં સવાર પાયલોટ, કો-પાયલોટ સહિત 4 જવાનોની ટીમ તૈયાર હતી. જેઓ ગામની એક છત પર 2 દિવસથી પુરના પાણી સામે ઝઝૂમતા 72 વર્ષના એક દાદી, 11 મહિનાની પૌત્રી અને તેની માતાને એરલીફ્ટ કરી નજીકમાં આવેલ મેદાનમાં ડ્રોપ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે પોતાના સંબંધીને ઘરે આશરો મેળ્યો હતો. આમ કોસ્ટગાર્ડે રેસક્યુ ઑપરેશન કરી સુરક્ષિત નવજીવન આપ્યું હતું.