વલસાડ: ધરમપુરમાં ડેમ વિરોધ અંગે આજે આદિવાસી સમાજ દ્વારા રેલીનું આયોજન કરાયું હતું જેમાં ધરમપુરના અસુરા સર્કલ પાસે એકત્ર થઈ રેલી સ્વરૂપે નીકળી તાલુકા પંચાયત ખાતે પ્રાંત અધિકારીને આવેદન સોંપ્યું હતું. ધરમપુરમાં ચાસ માંડવા અને પૈખેડમાં સૂચિત ડેમ બનનાર છે. ધરમપુર અને ડાંગમાં બનનાર સૂચિત પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેકટ અંતર્ગત ધરમપુરના ચાસમાંડવા અને પૈખેડ ખાતે અનેક લોકો વિસ્થાપિત થવાની શકયતાને લઇને આદિવસીસમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે આજે ધરમપુર વાવ સર્કલ ખાતેથી વિરોધ રેલી યોજીને આવેદનપત્ર (Statement of the Local Minister) આપવા વિરોધ રેલીની જાહેરાત વિવિધ આદિવાસી સંગઠન (Tribal organization) દ્વારા કરવામાં આવી હતી.
આદિવાસી સંગઠન અને અનંત પટેલની આગેવાનીમાં આવેદન
આજે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ,તાલુકા પંચાયત સભ્ય કલ્પેશ પટેલ,સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીથી અભિનવ ડેલકરની હાજરીમાં સેંકડોની જનમેદની સાથે આજે બીરસા મુંડા સર્કલેથી એક વિશાળ રેલી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો રોડ ઉપર આવી રિવર લિંક પ્રોજેકટનો વિરોધ કર્યો હતો.
આ પણ વાંચો:વડોદરામાં ડૉ. આંબેડકરની પ્રતિમા પાસે ઓવરબ્રિજ બનતા વિવાદ સર્જાયો