વલસાડ: વૈશ્વિક મહામારી કોરોનાને શરૂઆતના લોકડાઉનના દિવસોમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પ્રવેશતા અટકાવવા માટે પ્રશાસને તમામ પગલાં લઇ પૂરી કોશિશ કરી હતી. પરંતુ તેમ છતાં રવિવારના રોજ દાદરા નગર હવેલીમાં કુલ કોરોના પોઝિટિવનો આંકડો 1000 પર પહોંચી ચૂક્યો છે.
દાદરા નગર હવેલીમાં વધુ 20 કોરોના કેસ, દમણમાં નવા 16 કેસ, વલસાડમાં વધુ 6 કોરોના કેસ નોંધાયા દાદરા નગર હવેલીમાં રવિવારના રોજ વધુ 20 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા હતા. જેની સામે 27 દર્દીઓ સ્વસ્થ થયા હતા. દાદરા નગર હવેલીમાં કુલ 1000 દર્દીઓમાંથી 222 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 778 દર્દીઓ અત્યાર સુધીમાં સ્વસ્થ થઇ ચુક્યા છે. સંઘપ્રદેશ દમણમાં રવિવારના રોજ વધુ 16 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જેમની સામે 15 દર્દીઓ સ્વસ્થ પણ થયા હતા. દમણમાં અત્યાર સુધીમાં કુલ 962 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 136 દર્દીઓ હજૂ પણ સારવાર હેઠળ છે. જ્યારે 826 દર્દીઓ સ્વસ્થ થઇ ચુક્યા છે. દાદરા નગર હવેલી અને વલસાડ કોરોના અપડેટ વલસાડ જિલ્લામાં રવિવારના રોજ 6 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જેની સામે ચાર દર્દીઓ સ્વસ્થતા તેમને રજા પણ આપવામાં આવી હતી. જોકે વલસાડ જિલ્લામાં વધુ બે દર્દીઓના કરૂણ મૃત્યુ નિપજ્યા હતા. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 914 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી હાલ માત્ર 85 દર્દીઓ સારવાર હેઠળ છે. 730 દર્દીઓ સ્વસ્થ થઇ ચુક્યા છે. પરંતુ 102 દર્દીઓ મોતને ભેટયા છે. ઉલ્લેખનીય છે કે, સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે તેની સામે વલસાડ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતું અટક્યું છે. જેને કારણે વલસાડ વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.