વલસાડઃ શહેરથા અંદાજિત 15 કિલોમીટર દૂર આવેલા વાઘલધરા ગામે નેશનલ હાઈવેને અડીને આવેલા ઇન્ટરનેશનલ સિદ્ધ આશ્રમ શક્તિ સેન્ટર ખાતે પારદેશ્વર મહાદેવનું શિવલિંગ આવેલું છે. આ શિવલિંગની વિશેષતા એ છે કે, તેનું નિર્માણ પારદમાંથી (પારા)કરવામાં આવ્યું છે. કહેવાય છે કે. પારદમાંથી નિર્માણ પામેલા શિવલિંગને અભિષેક કરવાથી મનુષ્યની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે તેમજ આ શિવલિંગની ઉર્જા મનુષ્યમાં પ્રવેશતા સકારાત્મક વિચારો મનુષ્યનામાં પ્રવેશે છે. સાથે જ પારદમાંથી નિર્મિત આ શિવલિંગને અભિષેક અને પૂજા કરવાથી ભગવાન શિવની કૃપા તો પ્રાપ્ત થાય છે સાથે સાથે મહા લક્ષ્મી અને કુબેરની કૃપા પણ પ્રાપ્ત થાય છે.
વલસાડનું પારદેશ્વર મહાદેવનું મંદિર આ કારણે છે વિશિષ્ટ ! - સિદ્ધ આશ્રમ શક્તિ સેન્ટર
વલસાડ જિલ્લામાં શિવરાત્રી પર્વની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઇને અનેક મંદિરોને દેવાલયોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. જોકે શિવરાત્રી નિમિત્તે શિવજીને અભિષેક કરવા માટે દરેક શિવલિંગનું એક અનોખું મહત્વ શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે એમાં પણ પારદમાંથી નિર્મિત શિવલિંગ ઉપર અભિષેક કરવો એનું મહત્વ અનેકગણું વધી જતું હોય છે. વલસાડ જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પ્રથમ એવું શિવલિંગ છે જે પારામાંથી નિર્માણ પામ્યુ છે. જે વલસાડના વાઘલધરા ખાતે ઇન્ટરનેશનલ સીધા શ્રમશક્તિ સેન્ટર ખાતે સ્થાપિત કરવામાં આવ્યું છે. આ મંદિરની ડિઝાઇન પણ એક શ્રીયંત્ર જેવી બનાવી છે અને એની અંદર સ્થાપિત કરવામાં આવેલા ત્રણ શિવલિંગનું અનોખો સમન્વય એટલે સંપુટ શિવાલય તરીકે શાસ્ત્રોમાં ઓળખાય છે અને આજે શિવરાત્રી નિમિત્તે અહીં મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.

આજે શિવરાત્રિનો મહોત્સવ હોય જેને અનુલક્ષીને તેની પૂજા કરવી કે તેના ઉપર અભિષેક કરવો જેનું મહત્ત્વ અનેકગણું વધી જતું હોય છે જેને અનુલક્ષી આજે શિવરાત્રી નિમિત્તે અહીં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું આ શિવલિંગના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા.
પારદેશ્વર મહાદેવની વિશેષતાની વાત કરીએ તો આ મંદિરના શિખર ઉપર 51 કિલો પારામાંથી નિર્મિત શિવલિંગ મૂકવામાં આવ્યું છે સાથે તેનું શિખર એક શ્રીયંત્રના મેરુદંડ જેવું બનાવવામાં આવ્યું છે એની બિલકુલ નીચે એટલે કે, શિખરની નીચે 1769 કિલો પારામાંથી નિર્મિત શિવજીનું શિવલિંગ મૂકવામાં આવ્યું છે અને એ શિવલિંગની નીચે જમીનમાં 20 ફુટ ઊંડે 108 કિલો પારામાંથી નિર્મિત અન્ય એક શિવલિંગ પણ મૂકવામાં આવ્યું છે એક જ લાઈનમાં એટલે કે, મેરુદંડને આધારિત શિખરથી લઈને ગર્ભગૃહ અને જમીનમાં આમ ત્રણેય એક જ લાઈનમાં મૂકવામાં આવેલા આ શિવલિંગની વ્યવસ્થાને પુરાણો અને શાસ્ત્રોમાં સંપુટ શિવાલય તરીકે ઓળખવામાં આવે છે. જેથી કરીને આ શિવાલયનું મહત્વ ખૂબ જ વધી જાય છે શાસ્ત્રોમાં આવા શિવાલય મનોકામના પૂર્ણ કરતા શિવાલયમાંના એક ગણવામાં આવે છે જ્યાં શિવજીનો સદાય વાસ રહે છે. આજે આ શિવલિંગના દર્શનાર્થે તેમજ અભિષેક સાથે મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી હતી.
ઇન્ટરનેશનલ સિદ્ધાસન શક્તિ સેન્ટરમાં અનેક સામાજીક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે. જેમાં આદિવાસી સમૂહ લગ્ન હોય કે ત્યજી દેવાયેલી ગાયો માટે ગૌશાળા હોય એક અંતરિયાળ વિસ્તારમાં અનાજ વિતરણ કે ધાબળા વિતરણ જેવી અનેક પ્રવૃત્તિઓ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.