વલસાડના પારનેરા પારડી ગામે કોળી સમાજ દ્વારા યુવાનોમાં રહેલી પ્રતિભા બહાર આવે સમાજના યુવાનો અન્યને ઓળખે તેમજ યુવાનો વચ્ચે સંગઠન વધે એવા હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 40 જેટલી ટીમો વલસાડ જિલ્લાના વિવિધ તાલુકામાંથી પહોંચી હતી.
વલસાડના પારનેરા પારડી ગામે કોળી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ - ગુજરાતમાં ક્રિકેટ ટુર્નામેન્ટ
વલસાડઃ કોળી સમાજના યુવાનો એકબીજાને ઓળખે અને યુવાનોમાં રહેલી પ્રતિભા બહાર આવે એવા હેતુથી કોળી સમાજના યુવાનો માટે પારનેરા પારડી ગામે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 40 ટિમો એ ભાગ લીધો હતો.
cricket-tournament-held-in-valsad
પોતાની પ્રતિભાના ઓજસ પાથરતા 6 ઓવરની મેચમાં અનેક યુવાનોએ ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા હતા. વિજેતા ટીમોને મોટી ટ્રોફી અને રોકડ રકમ એનયત કરવામાં આવી હતી.