વલસાડતાલુકાના ડુંગરી રેલવે સ્ટેશન (dungri railway station) પાસે શંકર તળાવ ગામના રેલવે ટ્રેક ઉપર ટ્રેનની અડફેટે (accident on railway track) આવતા 21 ગૌવંશોના મોત થયા હતા. મુંબઈ અમદાવાદ અને અમદાવાદ મુંબઈ ટ્રેક પર આ દુર્ઘટના થતાં ગૌરક્ષકોમાં રોષ જોવા મળ્યો હતો. ડુંગરી અને આજુબાજુના પથકમાં રખડતા પશુધનને ટ્રેનના ચોક્કસ સમયે હંકારી લાવ્યા હોવાથી આ દુર્ઘટના ઘટી હતી.
ટ્રેનની અડફેટથી ગાયના મોતતાલુકાના ડુંગરી રેલવે સ્ટેશન (dungri railway station) પાસે અપ અને ડાઉન બંને ટ્રેક ઉપર રવિવારે મોડી રાત્રે ડુંગરી પંથકના રખડતા પશુ ધન અચાનક રેલવે ટ્રેક (accident on railway track) પાસે આવી જતા અપ અને ડાઉન બંને ટ્રેક ઉપર પૂરઝડપે દોડતી ટ્રેનની અડફેટે આવી જતા 21 જેટલાગૌવંશના ઘટનાસ્થળે જ મોત (Cow death) થયા હતા.
અગ્નિવીર ગૌસેવા દળની ટિમ પહોંચી સ્થળ ઉપર અગ્નિવીર ગૌસેવા દળની ટિમ પહોંચી સ્થળ ઉપરડુંગરી અને વલસાડ રેલવે સ્ટેશન (Valsad Railway Station) વચ્ચે બનેલી આ દુર્ઘટના અંગે સ્થાનિકોએ અગ્નિવીર ગૌ રક્ષકની (Agniveer Gau Seva Dal) ટીમને જાણ કરી હતી. એટલે ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
રખડતા પશુધનને હાંકવા માટે ઉપયોગમાં લેવાતી લાકડી સ્થળ ઉપરથી મળીઅગ્નિવીર ગૌ રક્ષકની ટીમે (Agniveer Gau Seva Dal) સ્થળ નિરીક્ષણ કરતા રેલવે ટ્રેકની આજુબાજુમાં લાકડીઓના ટૂકડા મળી આવ્યા હતા, જેથી આ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ડુંગરી પંથકના રખડતા પશુઓને ટ્રેનના સમયે રેલવે ટ્રેક (accident on railway track) પાસે ખાસ હંકારી લાવ્યા હોવાની આંશંકા દર્શાવી હતી. ઘટના અંગે અગ્નિવીર ગૌ રક્ષકની ટીમે (Agniveer Gau Seva Dal) ઘટના અંગે RPF અને GRPની ટીમને ઘટનાની જાણ કરવામાં આવી હતી.
રેલવે વિભાગ પોતાની હદ બાંધે તેવી ગૌ રક્ષકોએ માગ કરીરેલવે ટ્રેકની (accident on railway track) આસપાસમાં જગ્યા ખૂલ્લી હોવાથી આવી ઘટના દર વખતે બની રહી છે. ભૂતકાળમાં પણ 11 ગાયોના કરુણ મોત થયા હતા. ત્યારે ગૌરક્ષકોએ માગ કરી છે કે, રેલવે પોતાની હદ નક્કી કરી ને તરખૂંટા કરે જેથી અનેક ગૌવંશના જીવ બચાવી શકાય. આ પશુઓને ટ્રેન આવવાના સમયે ટ્રેક ઉપર કોઈએ જાણી સમજીને દોડાવ્યા હોવાની આશંકા ગૌરક્ષકોએ વ્યક્ત કરી હતી. અગાઉ પણ 11 જેટલી ગાયોના મોત (Cow death) ડુંગરી અને જોરવાસણ નજીક થયા હતા. તે વખતે વધુ 21 ગાયોના મોત થતા ગૌરક્ષકોમાં ભારો ભાર રોષ જોવા મળ્યો હતો.