વલસાડઃ વર્ષ 2015માં વલસાડના વાપી છીરી નજીકમાં આવેલી એક અંગ્રેજી માધ્યમની સ્કૂલમાંથી ધોરણ 10માં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થીની છૂટીને ઘરે પરત થઈ રહી હતી, ત્યારે છીરી જલારામ નગર નજીકમાં બાક ઉપર સવાર થઈને આવેલા શિવા બચ્ચું સીંગ છેડછાડ કરી બળજબરી પૂર્વક તેને બાઈક ઉપર બેસાડવાનો પ્રયાસ કરી તેની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો.
છેડતીના ગુનામાં સંડોવાયેલો આરોપી પોકસો એકટ હેઠળ દોષી સાબિત, 3 વર્ષની સજા સહિત 500 રૂપિયાનો દંડ - વાપી તાજા સમાચાર
વાપી ખાતે વર્ષ 2015માં ધોરણ 10માં અભ્યાસ કરી પરત ઘરે જઈ રહેલી સગીર વિદ્યાર્થીનીને તેના જ નજીકમાં રહેતો યુવક બાઈક ઉપર આવી છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાબતે સગીર વિધાર્થીનીએ પોલીસ ફરિયાદ કર્યા બાદ આ કેસ વલસાડ કોર્ટમાં ચાલી આવતા વલસાડ સ્પેશિયલ કોર્ટના જજ દ્વારા આરોપીને પોક્સો એકટની કલમ 12ના ગુનામાં 3 વર્ષની સજા અને રૂપિયા 500નો દંડ ભરવા હુકમ કર્યો હતો.
છેડતીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પોકસો એકટ હેઠળ કોર્ટે દોષિત જાહેર કર્યો
જે બાબતે સગીર વિદ્યાર્થીનીએ તેની માતા પિતાને જાણકારી આપતા સમગ્ર બાબતે પોલીસે શિવા સીંગ સામે પોકસો એકટ મુજબ પોલીસ ફરિયાદ નોંધી હતી. જેે અંગેનો કેસ સ્પેશિયલ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની દલીલોને સાંભળ્યા બાદ સ્પેશિયલ કોર્ટના જજ એમ આર શાહ નાઓએ છેડતીના આરોપીને દોષિત જાહેર કરી પોક્સો એકટની કલમ 12ના ગુનામાં ત્રણ વર્ષની સજા અને રૂપિયા 500 દંડ ભરવા માટે હુકમ કર્યો હતો.
Last Updated : Mar 11, 2020, 10:23 PM IST