- દારૂ સાથે પકડાયેલા આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
- આરોપીને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો
- પારડી પોલીસ દ્વારા વાહનચેકિંગ દરમિયાન 28 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી
વલસાડઃ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા દમણ અને ગુજરાતની ચેકપોસ્ટ પરના પાતળીયા ચેકપોસ્ટ ઉપર પારડી પોલીસ દ્વારા હાલમાં સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે ગુરુવારે વાહનચેકિંગ દરમિયાન 16 પ્રોહિબિશનના કેસ કરવામાં આવ્યા હતા અને તેમાં 28 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
દારૂ સાથે પકડાયેલો આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો પારડી પોલીસ મથકમાં અગાઉ પણ બેથી વધુ આરોપીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા
આ તમામ 28 લોકોને કોર્ટમાં રજૂ કરતા પૂર્વે કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચકચાર મચી હતી. આ યુવકને શુક્રવારે પોલીસ મથકથી વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, પારડી પોલીસ મથકમાં અગાઉ પણ બે થી વધુ આરોપીઓ કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે. ત્યારે આજે વધુ એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
દારૂ સાથે પકડાયેલા આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો