ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના વાયરસને કારણે ભારતના ઉદ્યોગોમાં એપ્રિલ સુધી રહી શકે છે મંદીની અસર

ચીનમાં કોરોના વાયરસના તરખાટની અસર ભારતના ઉદ્યોગો પર આગામી એપ્રિલ સુધી રહે તેવું ચીન સરકારે જાહેર કર્યા બાદ ભારતના ઉદ્યોગકારોમાં ચિંતાનું મોજું પ્રસર્યું છે. ત્યારે વાપીના ઉદ્યોગોને હાલ કેવી અસર વર્તાઈ રહી છે અને આ આર્થિક ફટકા સામે કઈ રીતે કમર કસી છે. તે અંગે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ પ્રકાશ ભદ્રા સાથે ઇટીવી ભારતે વાત કરી હતી. જેમાં ગુજરાતમાં અને વાપી ઉદ્યોગમાં વર્તાઈ રહેલી એક્સપોર્ટ ઈમ્પોર્ટ પ્રોડકશનની અસરો સામે ઉદ્યોગકારોએ સજ્જ બનવના પ્રયાસો હાથ ધર્યા હોવાનું જણાવ્યું હતું.

કોરોના વાયરસને કારણે ભારતના ઉદ્યોગોમાં એપ્રિલ સુધી રહી શકે છે મંદીની અસર
કોરોના વાયરસને કારણે ભારતના ઉદ્યોગોમાં એપ્રિલ સુધી રહી શકે છે મંદીની અસર

By

Published : Feb 19, 2020, 10:26 PM IST

વાપીઃ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ પ્રકાશ ભદ્રાએ જણાવ્યું હતું કે, ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસને કારણે દેશના ઉદ્યોગોને ખૂબ જ મોટો આર્થિક ફટકો પડયો છે. કેમિકલ ડાઈઝ, ફાર્માસ્યુટિકલ સેકટર સહિત ઇલેક્ટ્રોનિક્સ, મશીનરી સહિતના સેકટરમાં આયાત નિકાસ ઘટી છે. ખાસ કરીને મોટાભાગનું રો મટીરીયલ ચીનથી આવે છે. જેના પર રોક લાગી ગઈ છે.

કોરોના વાયરસને કારણે ભારતના ઉદ્યોગોમાં એપ્રિલ સુધી રહી શકે છે મંદીની અસર
આ અસર આગામી એપ્રિલ માસ સુધી રહેશે તેવું ચીન સરકારે જાહેર કર્યું છે. ભારતમાં પણ મૂડીએ કોરનાની અસરને પગલે GDP ગ્રોથમાં 2.5 ટકાનો ઘટાડો થયો હોવાનું સ્વીકાર્યું છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમને પણ કોરનાને પગલે દેશમાં આર્થિક ફટકો પડયો હોવાનું નિવેદન આપ્યું છે. વાપી સહિત ગુજરાતમાં કેમિકલક્ષેત્રે અંદાજીત 1000 જેટલા કેમિકલ ઇન્ટરમીડિયેટ ડાઈઝ એકમો આવેલા છે. જેઓનો 50,000 મેટ્રિક ટનની એક્સપોર્ટ પ્રોડક્ટ અટકી પડી છે. એવી જ હાલત અન્ય ફાર્માસ્યુટિકલ સહિતના ઉદ્યોગોની છે.કેમિકલ, ફાર્માસ્યુટિકલ, ઇલેક્ટ્રોનિક્સમાં ચીનથી આયાત થતી રોમટિરિયલ સહિતના પ્રોડક્શન પર 25 થી 30 ટકાનો વધારો નોંધાયો છે. વેપારને લઈને જે બિઝનેશ એક્ઝિબિશનના આયોજન થયા હતા તે રદ્દ થયા છે. બિઝનેશ મિટિંગો માટે જનાર ઉદ્યોગપતિઓ પ્રવાસ રદ્દ કર્યા છે. કોરોના વાયરસને પગલે દેશના અનેક નાના ઉદ્યોગોની હાલત કફોડી બની છે. હાલ આ પરિસ્થિતિમાથી બહાર નીકળવા વાપી, અંકેલશ્વર, વટવા GIDCમાં આવેલ ઉદ્યોગકારો સાથે ગુજરાત ડાઈઝ મેન્યુફેક્ચરિંગ એસોસિએશને મિટિંગનો દૌર શરૂ કર્યો છે. અને દેશના નાના મોટા તમામ ઉદ્યોગકારો એકબીજાને તૈયાર પ્રોડક્શન અને રો-મટિરિયલમાં જરૂરી સહકાર આપી આ આર્થિક મંદીમાંથી ઉગારવા મદદરૂપ બને તેવી પહેલ કરી હોવાનું પણ પ્રકાશ ભદ્રાએ જણાવ્યું હતું.કોરોના વાયરસને પગલે દેશમાં દોઢ મહિનામાં જ અંદાજીત 25000 કરોડનું નુકસાન ઉદ્યોગજગતમાં થયું હોવાનું અનુમાન લાગવાઈ રહ્યું છે. જે હજુ આગામી દિવસોમાં વધી શકે છે અને દેશને વધુ મોટો આર્થિક ફટકો મારી શકે છે.

ABOUT THE AUTHOR

...view details