વલસાડ: વાપીના દેસાઈ વાડ ખાતે આવેલા હનુમાન મંદિર ખાતે દર વર્ષ હનુમાન જયંતિની અને રામ નવમીની ઉજવણી ભારે ધામધૂમથી કરવામાં આવતી હતી અને આ બંને કાર્યક્રમ દરમિયાન મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવતું હતું, પરંતુ આ વખતે કોરોના વાઈરસના મહારોગને નાથવા માટે રામજયંતિની ઉજવણી મોકૂફ રાખવામાં આવી છે.
કોરોના વાઈરસ અને માનવતા: વાપીમાં સંસ્થા દ્વારા દરરોજ 1000 ફૂડ પેકેટનું વિતરણ
વાપી ટાઉનના દેસાઈ વાડ ખાતે આવેલા હનુમાન મિત્ર મંડળ દ્વારા વાપી તથા તેની આજુબાજુના વિસ્તારમાં રોજના એક હજારથી વધુ ફૂડ પેકેટ બનાવી જરૂરિયાત મંદ લોકોને ઘરે-ઘરે પહોંચાડી મદદરૂપ થઈ રહ્યા છે.
વાપીમાં સંસ્થા દ્વારા દરરોજ 1000 ફૂડ પેકેટનું વિતરણ
હાલમાં 21 દિવસના લોકડાઉન દરમિયાન વાપી પંથકમાં અન્ય પ્રાંતમાંથી આવી મજૂરી કામ કરતા તથા કેટલાંક રોજિંદાં મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવનારા લોકોને લોકડાઉન દરમિયાન પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાને લઈ વાપી હનુમાન મિત્ર મંડળ દ્વારા રોજેરોજ એક હજારથી વધુ એક પેકેટ બનાવી વાપીના દરેક સ્લમ વિસ્તારમાં તથા વાપીની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં લોકોને ખરેખર જરૂર છે, તેવા લોકોને તથા પરિવારને આ ફૂડ પૅકેટ વિતરણ કરવામાં આવી રહ્યા છે.