ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં 45 વર્ષથી વધુ વયના લોકો માટે 387 કેન્દ્ર પર કોરોના રસીકરણ શરૂ

વલસાડ જિલ્લામાં ગુરુવારથી 387 કેન્દ્રો પર 45 વર્ષથી વધુ વય ધરાવતા લોકોને કોરોના રસીકરણ કેન્દ્રો ઉપર રસી આપવાની કામગીરી શરૂ કરાઈ છે. વલસાડની હાલર મુખ્ય પ્રાથમિક શાળામાં 45 વર્ષથી 59 વર્ષના લોકોનું રસીકરણ શરૂ કરાયું છે.

By

Published : Apr 1, 2021, 4:01 PM IST

વલસાડમાં 45 વર્ષથી વધુ વયના લોકો માટે 387 કેન્દ્ર પર કોરોના રસીકરણ શરૂ
વલસાડમાં 45 વર્ષથી વધુ વયના લોકો માટે 387 કેન્દ્ર પર કોરોના રસીકરણ શરૂ

  • 45 વર્ષથી વધુ વયના લોકો માટે ગુરુવારથી ગુજરાતમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે
  • વલસાડ જિલ્લામાં 387 કેન્દ્ર પર કોરોના રસીકરણ ડ્રાઈવ શરૂ કરાઈ
  • વલસાડ શહેરમાં કોરોનાની રસી લેવા માટે લોકો કતારમાં જોડાયા

આ પણ વાંચોઃઅમદાવાદમાં મુસ્લિમ સમુદાયમાં કોરોના રસી લેવામાં ખચકાટ

વલસાડઃ દેશભરમાં ગુરુવારથી 45 વર્ષથી વધુ વયના લોકોનું કોરોના રસીકરણ શરૂ કરાયું છે. ત્યારે હવે વલસાડમાં પણ રસીકરણ શરૂ કરાયું છે. જિલ્લાની હાલર મુખ્ય પ્રાથમિક શાળામાં વહેલી સવારથી જ રસી લેવા માટે લોકોની લાંબી લાઈન જોવા મળી હતી. શાળામાં આવી લોકો રજિસ્ટ્રેશન કરાવી રસી લઈ રહ્યા છે. હાલરમાં વલસાડ નગરપાલિકાના સભ્ય નીતેશ વશીએ કોરોનાની રસી લઈ લોકોને પણ રસી લેવા અપીલ કરી હતી.

45 વર્ષથી વધુ વયના લોકો માટે ગુરુવારથી ગુજરાતમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે

આ પણ વાંચોઃ1 એપ્રિલથી 45 વર્ષથી વધુના તમામ લોકોને રસી આપવાની શરૂઆત


387 કેન્દ્રો પર રસીકરણ ડ્રાઈવ શરૂ

વલસાડ જિલ્લાના ઈન્ચાર્જ આરોગ્ય અધિકારી ડો. મનોજ પટેલના જણાવ્યાનુસાર, વલસાડ જિલ્લામાં પહેલી એપ્રિલથી ગુજરાત સરકારના આદેશ અનુસાર 45 વર્ષથી વધુ વયના લોકોનું રસીકરણ શરૂ કરાયું છે. જિલ્લામાં ગ્રામ પંચાયત આરોગ્ય કેન્દ્ર તેમ જ જાહેર સ્થળો એટલે કે સમાજની વાડી કે વિવિધ સંસ્થાઓ દ્વારા નક્કી કરવામાં આવેલા આ સ્થળ પર રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે. ગુરુવારે વહેલી સવારથી જ દરેક કેન્દ્રો પર લોકો કોરોનાની રસી લેવા માટે આવતા જોવા મળ્યા છે.

સામાજિક સંસ્થા કે વિવિધ સમાજના લોકોએ નક્કી કરેલા સ્થળેથી રસી લઈ શકાશે

વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગના ઈન્ચાર્જ આરોગ્ય અધિકારી મનોજ પટેલે જણાવ્યું કે, જો કોઈ સમાજના લોકો 30થી 35 લોકો કે મંડળ કે તેમ જ સામાજિક સંસ્થાના લોકો કે જ્યાં 50થી વધુ લોકો એકત્ર થતા હોય તેઓ પણ જો રસી લેવા માગતા હોય તો આરોગ્ય વિભાગનો સંપર્ક કરી જેતે તારીખે લઈ રસીકરણ કરાવી શકે છે. આમ, આરોગ્ય વિભાગે ગુરુવારથી વલસાડ જિલ્લામાં 387 કેન્દ્રો પરથી 45 વર્ષથી વધુ વયના લોકોનું રસીકરણ શરૂ કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details