વલસાડઃ જિલ્લાના કોસંબા આનંદ સ્ટ્રીટમા એક યુવકનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેની સામે આજે વલસાડ સીટી પોલોસે કલેકટરના જાહેર નામાંના ભંગની ફરિયાદ નોંધાઈ છે. મુંબઈમાં કામ કરતો યુવક ગત તરીખ 18ના રોજ મુંબઈથી વિવિધ વાહનો બદલીને ભિલાડ ચેક પોસ્ટ ઉપર પોહચ્યો અને ચેકપોસ્ટ ચાલીને ક્રોસ કરી હતી અને 19 તારીખે કોસંબામાં પોહચ્યો હતો જે અંગે કોઈને પણ જાણ કરવામાં આવી ન હતી, જ્યારે આ યુવકની જાણકારી આરોગ્ય વિભાગને થઈ તો તેમને એના સેમ્પલો લીધા બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો વળી આ યુવક કોઈ પણ પ્રકારની વહીવટી તંત્રની પરવાનગી વિના આવ્યો હતો.કલેક્ટરના જાહેર નામાંનો ભંગ કર્યો હોવાથી કોસંબાના યુવક સામે વલસાડ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
વલસાડ જિલ્લાના કોસંબાના કોરોના પોઝિટિવ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
વલસાડઃ જિલ્લાના કોસંબા આનંદ સ્ટ્રીટમા એક યુવકનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેની સામે આજે વલસાડ સીટી પોલોસે કલેકટરના જાહેર નામાભંગની ફરિયાદ નોંધાઈ છે.
વલસાડ કોસંબાના યુવકને કોરોના પોઝિટિવ
નોંધનીય છે કે, વલસાડ કલેક્ટર દ્વારા જાહેર નામાં મુજબ અન્ય રાજ્યમાંથી આવનાર કોઈ પણ વ્યક્તિએ વહીવટી તંત્રની મંજૂરી મેળવીને જિલ્લામાં પ્રવેશ લેવાનો હોય છે,પરંતુ કોસંબાના યુવકે કોઈ પરવાનગી લીધી ન હતી અને પોતે કોરોના પોઝિટિવ પણ હતો જેથી અન્યને જોખમ પણ ઉભું થઈ શકે તેમ હતું.જેથી યુવક સામે જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધાઈ છે.