વલસાડ: દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવ (Corona In Gujarat) લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ગાંધીનગર ગયેલા પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના પ્રધાન (minister of water supply gujarat) જીતુભાઈ ચૌધરી ફરી કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી મળી રહી છે. અગાઉ પણ જીતુભાઇ કોરોનામાં સપડાયા હતા. કોરોનાકાળમાં અનેક નેતાઓ કોરોનાસંક્રમિત બન્યા હતા. જીતુભાઈ ચૌધરી પણ કોરોના સંક્રમિત બન્યા હતા અને તે સમયે તેઓ આરોગ્ય વિભાગની ગાઈડલાઈન (Corona guideline Gujarat) અનુસાર ક્વોરન્ટાઇન થયા હતા અને સારવાર (Corona treatment in Gujarat) લીધા બાદ તેઓ કોરોનાને હરાવીને ફિટ બન્યા હતા.
કોરોના રિપોર્ટ આવવાનો બાકી
વિવિધ મીડિયા હાઉસો દ્વારા કોરોનામાં જીતુભાઇ ચૌધરી ફરી સંક્રમિત બન્યા હોવાની વિગતો રજૂ કરવામાં આવી રહી છે, ત્યારે સમગ્ર બાબતે જીતુભાઇ ચૌધરીના PA સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, પ્રધાનશ્રીનો હજુ રિપોર્ટ આવવાનો બાકી છે, ત્યારબાદ જ સમગ્ર બાબતની પુષ્ટિ થશે.