ગુજરાત

gujarat

ETV Bharat / state

વહીવટીતંત્રની બેધારી નીતિમાં ઔદ્યોગિક એકમો બની રહ્યાં છે કોરોના હોટસ્પોટ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યાં છે. જેમાં મોટાભાગના કેસ વિવિધ એકમોમાં કામ કરતા કર્મચારીઓના છે, ત્યારે એક તરફ વહીવટીતંત્ર રહેણાંક વિસ્તારમાં જો કોઈ કોરોના પોઝિટિવ કેસ આવે તે વિસ્તારને સિલ કરે છે. હાલ આ કેસનો આંક 4 પર પહોચી ગયો છે.

વહીવટીતંત્રની બેધારી નીતિમાં ઔદ્યોગિક એકમો બની રહ્યા છે કોરોના હોટસ્પોટ
વહીવટીતંત્રની બેધારી નીતિમાં ઔદ્યોગિક એકમો બની રહ્યા છે કોરોના હોટસ્પોટ

By

Published : Jun 17, 2020, 5:14 PM IST

દમણઃ ગુજરાતના વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યાં છે. જેમાં મોટાભાગના કેસ વિવિધ એકમોમાં કામ કરતા કર્મચારીઓના છે, ત્યારે એક તરફ વહીવટીતંત્ર રહેણાંક વિસ્તારમાં જો કોઈ કોરોના પોઝિટિવ આવે તો તે વિસ્તારને સિલ કરે છે, પરંતુ ઉદ્યોગોમાં પોઝિટિવ દર્દી નીકળ્યા બાદ તેવા એકમોમાં એક બે દિવસ યૂનિટ બંધ કરી ફરી રાબેતા મુજબ ઉદ્યોગોને શરૂ કરી દેવામાં આવે છે. વહીવટીતંત્રની આ બેધારી નીતિમાં ઔદ્યોગિક એકમો કોરોના હોટસ્પોટ બને તો નવાઈ નહી.

વહીવટીતંત્રની બેધારી નીતિમાં ઔદ્યોગિક એકમો બની રહ્યા છે કોરોના હોટસ્પોટ
વલસાડ જિલ્લામાં વાપી નજીક મોરાઈની વેલસ્પન કંપની, સંઘપ્રદેશ દમણમાં મેકલોઇડ ફાર્મા, કેતન પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝ કંપનીના કર્મચારીઓમાં એક પછી એક એમ કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે, તો દાદરા નગર હવેલીમાં પણ JBF ઈન્ડસ્ટ્રીઝ સહિતની ઈન્ડસ્ટ્રીઝનાં કર્મચારીઓ કવોરેન્ટાઇનમાં છે. વલસાડની મોરાઇ સ્થિત વેલસ્પન કંપનીમાં કામ કરતા 40 વર્ષીય યુવકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જો કે, કંપની સંચાલકોના જણાવ્યા મુજબ કોરોના પોઝિટિવ વ્યક્તિ કંપનીમાં નોકરી કરે છે. પણ લોકડાઉનથી આજ સુધી તે કંપનીમાં નોકરી માટે આવ્યો જ નથી. આ એક કેસને છોડીને પણ વેલસ્પન કંપનીમાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંકડો ચાર પર પહોંચ્યો છે.
વહીવટીતંત્રની બેધારી નીતિમાં ઔદ્યોગિક એકમો બની રહ્યા છે કોરોના હોટસ્પોટ
આમ હાલના સંજોગોમાં કોરોના વાઇરસે વેલસ્પન જેવી નામી કંપનીના કર્મીઓ સાથે સંક્રમણ આદર્યું છે. છતાં પણ તંત્ર તરફથી કંપની સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. તો બીજી તરફ સમગ્ર જિલ્લામાં જયારે કોઈ ગામ કે, વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવે તો તે વિસ્તારને 15 દિવસ માટે ક્લસ્ટર ક્વોરેન્ટાઇન જાહેર કરીને એક મહિના બાદ પણ તેના પાટિયા ખોલાતા નથી. જે કંપની સંચાલકો અને વહીવટી તંત્ર વચ્ચેની ઊંડી મીલીભગત તરફ ઈશારો કરી રહ્યું છે.આમ પણ આખા લોકડાઉન દરમિયાન વેલસ્પન કંપની સહિતની અનેક કંપનીઓએ પગાર સહિતના અનેક વિવાદો સાથે પોતાનો નાતો જાળવી રાખ્યો હતો, લોકડાઉન દરમિયાન કંપનીમાં ફસાયેલી કેટલીક બહારની યુવતીઓએ ઘરે જવા માટે પોતપોતાના રાજ્યના ધારાસભ્યોને ટ્વિટ કરીને વિવાદ જગાવ્યો હતો, તો એક બીમાર યુવતીને કંપનીની કોલોનીમાં ગોંધી રાખવાનો મુદ્દો પણ ખૂબ ચગ્યો હતો.હવે કંપનીના કામદારોમાં ધીરે-ધીરે નીકળી રહેલા પોઝિટિવ કેસ આવતા અન્ય હજારો કામદારોના જીવ પણ જોખમમાં મૂક્યા છે, એટલે આગળ જતા મામલો વધુ વકરે અને વેલસ્પન જેવા મોટા ઔદ્યોગિક એકમો કોરોના સંક્રમણના હોટ સ્પોટ બની રહે તે પહેલા વહીવટી તંત્ર જાગે અને કંપની સામે કડક પગલાં લઈને તપાસ હાથ ધરે તે હવે જરૂરી બન્યું છે.

ABOUT THE AUTHOR

...view details