- કપરાડા વિધાનસભા પેટાચૂંટણી માટે કોંગ્રેસ નેતા મેદાનમાં
- અર્જુન મોઢવાડીયાએ કોરોના મોતના આંકડા અંગે કર્યો આક્ષેપ
- કોરોનાથી મોતના આંકડા સરકારી ચોપડા કરતાં સ્મશાનમાં વધુ
વલસાડઃ આગામી તારીખ 3 નવેમ્બરના રોજ આવી રહેલ કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઇ વરઠાના પ્રચાર માટે આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડીયાએ મોટી તંબાડી અને કોપરલી ઝરીકુંડી ખાતે સભા સંબોધી હતી. જેમાં સરકાર ઉપર આક્ષેપો કર્યા કરતા કહ્યું કે, ધારાસભ્યોનો ખરીદ વેચાણ સંઘ શરૂ કર્યો છે. કોરોના મહામારી માટે તેમને સરકારને આડે હાથ લેતાં આક્ષેપ સાથે દાવો કર્યો કે, ગુજરાતમાં કોરોનાનો મૃત્યુ દર ખૂબ ઊંચો છે. જે આંકડો બતાવવામાં આવે છે એના કરતાં 10 ગણાં મૃત્યુ સ્મશાનમાં નોંધાય છે. કોરોના કાળમાં.સરકારે પ્રજા સાથે ઉભા રહેવાની જરૂર હતી. તેના બદલે પ્રજાને ત્રાસ આપ્યો છે. સરકાર કોરોનાની સારવાર ઉપલબ્ધ કરાવી ન શકી એટલે ખાનગી હોસ્પિટલને બખ્ખાં થયાં છે. જેના કારણે પ્રજા લૂંટાઈ રહી છે. આમ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છેના આક્ષેપો અર્જુનભાઈએ કર્યા હતાં.
- પ્રજાએ આ બેઠક પર કોંગ્રેસને હંમેશા સાથ આપ્યો છે