વલસાડઃ જિલ્લામાં કોરોનાના આંકમાં દિનપ્રતિદિન ઘટાડો જોવા મળી રહ્યો છે અને સારવાર લઈ રહેલા દર્દીઓ સ્વસ્થ થઇ રહ્યા છે. વલસાડ જિલ્લામાં કોરોનાના 5 કેસ સામે આવ્યા છે. જ્યારે 1નું મૃત્યુ થયું છે. તો 12 લોકોને રજા આપવામાં આવી છે. હાલમાં વલસાડ જિલ્લામાં 125 જેટલા લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી કોરોના પોઝિટિવના આંકડાની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. રવિવારના રોજ 5 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા બાદ ફરી સોમવારના રોજ 5 જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે.
વલસાડ જિલ્લામાં કોરોનાના આંકડામાં થઈ રહ્યો છે ઘટાડો - Number of Gujarat Corona
વલસાડ જિલ્લામાં કોરોનાના આંકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સારવાર લઈ રહેલા દર્દીઓ સાજા થઇ રજા મેળવીને પોતાના ઘરે જઈ રહ્યા છે. આજે વલસાડ જિલ્લામાં કોરોનાના પાંચ કેસો સામે આવ્યા છે જ્યારે એકનું મોત થયું છે તો બાર લોકોને રજા આપવામાં આવી છે. હાલમાં વલસાડ જિલ્લામાં 125 જેટલા લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
જ્યારે 1નું મોત થયું છે અને 12 લોકો સ્વસ્થ થતા રજા આપવામાંં આવી છે. નોંધાયેલા 5 કેસ પૈકી 4 પુરુષો અને એક મહિલાઓનો સમાવેશ થાય છે. જેમાં વલસાડ તાલુકામાં 2 કેસ વાપીમાં 2 અને ઉમરગામમાં 1 મળી કુલ 5 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં 125 જેટલા લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
જિલ્લામાં સોમવારના રોજ 5 કેસ નોંધાતા કોરોનાનો આંકડો 867 પર પહોંચ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 10065 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. જેની સામે 9,198 જેટલા નેગેટિવ આવ્યા છે. તો 867 જેટલા કેસ પોઝિટિવ જાહેર થયા છે, અત્યાર સુધીમાં જિલ્લામાં 8 જેટલા કોરોના દર્દીઓના મોત થયા છે. જ્યારે 651 લોકો સારવાર લીધા બાદ સાજા થઇ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
મહત્વનું છે કે, વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગના સહયોગથી સમગ્ર જિલ્લામાં 35 જેટલા ધનવંતરી રથ કાર્યરત છે. જેમના દ્વારા ડોર ટુ ડોર તેમજ વિવિધ ગામડે અને વિવિધ જગ્યાઓ પર જઈને લોકોની આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે સાથે લોકોને રોગપ્રતિકારક શક્તિની દવાઓનું વિતરણ કરાઇ રહ્યું છે. જેના કારણે સંક્રમિત થયેલા દર્દીઓને ઓળખી કાઢવામાં આસાની રહે છે. જેથી વલસાડ જિલ્લામાં કોરોનાનો આંકડો દિનપ્રતિદિન ઘટી રહ્યો છે. જ્યારે સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધી રહી છે.