ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં લગ્નને કોરોના ગ્રહણઃ દુલ્હન પોઝિટિવ આવતાં મંડપને બદલે પહોંચી ઘરે, હોમ ક્વોરન્ટાઈન કરાઈ

વલસાડ શહેરના મોટા બજારમાં એક યુવતીના લગ્ન થઇ રહ્યા હતા. ત્યારે આરોગ્યની ટીમ ત્યાં પહોંચી હતી. જેમાં મુંબઈની હિસ્ટ્રીને આધારે આર.ટી.પી.સી.આર ટેસ્ટમાં દુલ્હન ખુદ પોઝિટિવ આવી હતી. જેમાં લગ્ન બાદ યુવતીને સીધી પિતાના ઘરે હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવી હતી. જ્યારે જાનમાં આવેલા તમામ મુંબઈના જાનૈયાઓને રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે, એમાં કોઈ પણ પોઝિટિવ આવ્યું ન હતું.

Valsad
વલસાડ

By

Published : Nov 28, 2020, 1:46 PM IST

  • લગ્ન ની ખરીદી માટે યુવતી ગઇ હતી મુંબઈ
  • આરોગ્યની ટીમ પહોંચી હતી મેરેજ હોલ
  • હિસ્ટ્રીને આધારે ટેસ્ટ કરતા દુલ્હન નીકળી પોઝિટિવ

વલસાડ : આરોગ્‍યની ટીમ દ્વારા સઘન સર્વેલન્‍સમાં અજીબો ગરીબ કિસ્‍સો સામે આવ્‍યો છે. વલસાડના મોટા બજારમાં રહેતી એક યુવતીની સગાઇ મુંબઇના યુવક સાથે થઇ હતી. આ માટે તેઓ તા.10/11/2020ના રોજ મુંબઇ ખરીદી માટે ગયા હતા. જ્યારે આરોગ્‍યની ટીમ દ્વારા અન્‍ય રાજયની હિસ્‍ટ્રીના આધારે યુવતીની તપાસ કરતા આ યુવતીના તા. 27/11/2020 ના રોજ લગ્ન હતા. જેમાં યુવતીનો આર.ટી.પી.સી.આર ટેસ્‍ટ કરવામાં આવતા યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો હતો.

તમામ જાનૈયાઓનો કરવામાં આવ્યો રેપિડ ટેસ્ટ

જ્યારે જાન મહારાષ્‍ટ્ર રાજયમાંથી આવી હોવાથી આરોગ્‍યની ટીમ દ્વારા હાજર સગાસબંધીઓનો રેપિડ ટેસ્‍ટ કરવામાં આવ્‍યો હતો. જેમાં કોઇ પોઝિટિવ આવ્યું ન હતું. જ્યારે કોરોના પોઝિટિવ આવેલી કન્‍યાને પિતાના ઘરે જ હોમક્વોરેન્ટાઈન કરી દેવામાં આવી હતી. બીજી વખત ટેસ્‍ટ ન થાય ત્‍યાં સુધી કોવિડ-19 ની ગાઇડલાઇનનું પાલન કરવા જણાવાયું છે. આ સમયે કન્‍યાના સગા સંબંધીઓએ આરોગ્‍યની ટીમને સાથ અને સહકાર આપ્‍યો હતો.

કલેકટરના માર્ગદર્શનમાં વિશેષ એક્શન પ્લાન અમલમાં

કોવિડ-19ના સંક્રમણને ધ્‍યાનમાં રાખી જિલ્લા કલેકટર આર.આર.રાવલના માર્ગદર્શન હેઠળ તહેવારો બાદ કોવિડ-19ની કામગીરી માટે વલસાડ જિલ્લા માટે એકશન પ્‍લાન તૈયાર કરવામાં આવ્‍યો છે. જેમાં તહેવાર બાદ મેડિકલ બુથ દ્વારા સ્‍વૈચ્‍છિક તપાસ કરાવવા માંગતા લોકોનું સ્‍ક્રિનિંગ તેમજ વેન્‍ડરોનું એન્‍ટીજન ટેસ્‍ટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે બહારગામથી આવતા લોકોનું પણ ચુસ્‍ત રીતે સ્‍ક્રિનિંગ થાય તે માટે ચેકપોસ્‍ટ ઉપર પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. જ્યારે જિલ્લા કલેકટર આર.આર.રાવલના માર્ગદર્શન હેઠળ આરોગ્‍ય ટીમ દ્વારા સધન સર્વેલન્‍સ કરવામાં આવી રહ્યા છે. જેમાં આવા અજીબો ગરીબ કિસ્‍સાઓ મળી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details