ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડની ખાનગી કંપનીમાં ચાઇનાના 3 વ્યક્તિ જોવા મળતાં આરોગ્ય વિભાગ દોડતું થયું - Valsad News

વલસાડઃ જિલ્લાના ગુંદલાવની એક ખાનગી કંપનીમાં ટેક્નિશિયન તરીકે કામગીરી માટે આવેલા 3 જેટલા ચાઈનીઝ લોકોની માહિતી મળતા આરોગ્ય અને પોલીસ તંત્ર દોડતું થયું છે. જો કે, તપાસ દરમિયાન ત્રણેય ચાઈનીઝ યુવકો જાન્યુઆરી માસથી અહીં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેથી આ ત્રણેય વ્યક્તિની તાપસ કરવામાં આવી હતી. જેમાં તમામની તબિયત તંદુરસ્ત હોવાથી આરોગ્ય વિભાગની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો.

કોરોના ઇફેક્ટ વલસાડ ગુંદલાવની ખાનગી કંપનીમાં ચાઇનાથી આવેલા 3 વ્યક્તિ, આરોગ્ય વિભાગ થયું દોડતું
કોરોના ઇફેક્ટ વલસાડ ગુંદલાવની ખાનગી કંપનીમાં ચાઇનાથી આવેલા 3 વ્યક્તિ, આરોગ્ય વિભાગ થયું દોડતું

By

Published : Mar 21, 2020, 4:37 PM IST

Updated : Mar 21, 2020, 5:25 PM IST

વલસાડઃ જિલ્લાના ગુંદલાવ ખાતે આવેલી એક ખાનગી કંપનીમાં ચાઈનીઝ ટેક્નિશિયન આવ્યા હતા અને અહીં જ વસવાટ કરી રહ્યા છે. તેમને સ્થાનિકો તેમજ આજુ-બાજુના લોકો ત્રણ ચાર દિવસથી કંપનીની બહાર નીકળતા જોઇ રહ્યા છે. જેથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જેને પગલે વલસાડ પોલીસની ટીમે અને આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી.

વલસાડની ખાનગી કંપનીમાં ચાઇનાના 3 વ્યક્તિ જોવા મળતાં આરોગ્ય વિભાગ દોડતું થયું

હાલ ત્રણેય લોકો ચાઇનાથી ક્યારે આવ્યા છે અને કોરોનાના કોઈ લક્ષણ છે કે નહીં તેની તપાસ હાથ ધરાઈ હતી. જેમાં તેઓ સ્વસ્થ્ય હોવાનું બહાર આવતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. નોંધનીય છે કે, કોરોનાના કહેર વચ્ચે અચાનક વલસાડની કંપનીમાં ચાઇનાથી આવેલા કેટલાક લોકોને સ્થાનિકોએ જોયા બાદ વહીવટી તંત્રને માહિતી આપી હતી.

Last Updated : Mar 21, 2020, 5:25 PM IST

ABOUT THE AUTHOR

...view details