- કોરોનાનું ગ્રહણ પતંગના વેપારીઓને પણ નડયું
- કોરોના કાળમાં ફીરકી અને પતંગ બનાવતા અને કાર્યકરો વતન જતા રહ્યા હોવાથી માર્કેટમાં માલની અછત
- ગ્રાહકોમાં ખરીદી માટે ઉદાસીનતા જોવા મળી
વલસાડઃ માર્ચ માસમાં શરૂ થયેલા લોકડાઉનને કારણે પતંગ અને ફિરકી બનાવનારા અને કાર્યકરો પોતાના વતન ચાલ્યા ગયા છે. જેના કારણે માર્કેટમાં દર વર્ષની જેમ આ વર્ષે જરૂરિયાત મુજબનું પતંગનું ઉત્પાદન થયું નથી. જેના કારણે પતંગ અને ફિરકીની ઘટ વર્તાઇ રહી છે. જેથી પતંગ અને ફિરકીના હોલસેલ વેપારીઓ પણ ખરીદી માટે પડાપડી કરી રહ્યા છે કારણ કે પાછળથી જ્યારે ગ્રાહકે આવશે ત્યારે તેઓને જરૂરિયાત મુજબનો સામાન મળી શકશે નહીં.
ઉત્તરાયણ પર્વ નજીક છતાં ખરીદીમાં ઉદાસીનતા
covid-19ને લઈને સરકાર દ્વારા સમયાંતરે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે વિવિધ નિયમો બહાર પાડવામાં આવી રહ્યા છે, તો થોડા સમય પૂર્વે પસાર થયેલા નવરાત્રી પર્વને પણ મોકૂફ રાખવામાં આવ્યો હતો. પરંતુ ઉત્તરાયણ પર સરકાર દ્વારા તેવા કોઈ કડક પગલા કે સખત નિયમ લાગુ કરવામાં ન આવે તેવી લોકો આશા સેવી રહ્યા છે. તો બીજી બાજુ લોકોને ચોક્કસપણે ખાતરી છે કે આ વખતે પણ ઉત્તરાયણ પર્વના સમયે સરકાર વધુ કોઈ કડક નિયમ લાવશે, જેના કારણે અત્યારથી જ લોકોએ પતંગ અને ફિરકીની ખરીદી કરવાનું ટાળ્યું છે, એટલે કે લોકોમાં જે ઉત્સાહ ખરીદી માટે હોવો જોઈએ તેવો ઉત્સાહ જોવા મળતો નથી.
વેપારીઓને આશા ઉત્તરાયણના બે દિવસ પૂર્વે ગ્રાહકો કરશે ખરીદી