વલસાડઃ જિલ્લામાં આગામી દિવસમાં આવી રહેલા પવિત્ર તેવા ભાઈ બહેનના તહેવાર રક્ષાબંધનની ઉજવણી પૂનમના દિવસે થાય છે. જેને લઇને વલસાડ શહેરના તેમજ પારડી અને આસપાસના તમામ તાલુકાઓમાં બજારમાં રાખડીના સ્ટોર લાગી ચૂક્યા છે. વળી, આગળ ગ્રાહકો ખરીદી કરવા તો આવે છે પરંતુ કોરોનાને કારણે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના અનુસાર સાંજના ચાર વાગ્યા બાદ તમામ દુકાનો બંધ થઈ જાય છે. જેના કારણે ગ્રાહકોને તો મુશ્કેલી પડે જ છે સાથે-સાથે વેપારીઓની મુશ્કેલીમાં પણ વધારો થયો છે.
કારણ કે, મોટાભાગના ગ્રાહકો સાંજના ચાર વાગ્યા બાદ ખરીદી કરવા માટે બજારમાં નીકળે છે. પરંતુ જાહેરનામાના કારણે ચાર વાગ્યે એટલે સમગ્ર બજાર બંધ થઈ જાય છે. વળી સાથે-સાથે કોરોનાની મહામારીને કારણે છેલ્લા બે મહિના રહેવાથી અનેક પરિવારોની હાલત આર્થિક રીતે નબળી બની છે, ત્યારે આવા સમયમાં મોંઘી રાખડીઓની ખરીદી મધ્યમ વર્ગીય પરિવારને પહોંચની બહાર છે. જેના કારણે વેપારીઓએ પણ આ તમામ સમગ્ર બાબતને સમજીને એવી રાખડીઓ તેઓ વેચાણમાં મૂકે છે. જે સામાન્યમાં સામાન્ય વ્યક્તિ અને મધ્યમ પરિવારના વ્યક્તિ પણ તેને ખરીદી કરી શકે. એટલે કે રૂપિયા 10થી લઇને 100 રૂપિયા સુધીની રાખડીઓ હાલ બજારમાં વેચાણ માટે મૂકવામાં આવી છે.