ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના ઈફેક્ટ: હોળી-ધુળેટીના પર્વમાં સ્વદેશી વસ્તુની માગ વધી - People of every religion used to throw colors at each other

વાપી સહિત સમગ્ર દેશમાં હોળી અને ધુળેટી પર્વ નિમિત્તે બજારમાં ભીડ ઉમટી છે. આ સમય દરમિયાન દર વર્ષે હોળીના તહેવારમાં ચાઈનીઝ પિચકારી તેમજ ફુગ્ગા, કલર સહિતની માગ વધારે હોય છે. હાલમાં કોરોના વાયરસને પગલે વાપીની બજારમાં ચાઈનીઝ વસ્તુઓ નજરે પડતી નથી અને સ્વદેશી પીચકારી તેમજ હર્બલ કલરનું વેચાણ વધ્યું છે.

vapi
કોરોનાને કારણે હોળી ધુળેટીની ઉજવણીમાં સ્વદેશી ચીજવસ્તુઓની માંગ વધી

By

Published : Mar 9, 2020, 5:19 PM IST

Updated : Mar 9, 2020, 5:57 PM IST

દમણઃ હોળી એ રંગોનો તહેવાર છે. આ વખતના હોળી ધુળેટીના તહેવારમાં કોરોના વાયરસને કારણે ચાઈનિઝ ચીજ વસ્તુઓની ડિમાન્ડ ઘટી છે. ગ્રાહકોના જણાવ્યા મુજબ આ વખતની હોળી લોકોએ વૈદિક હોળી તરીકે રમવી જોઈએ. પાણીનો બગાડ ઓછો કરવો જોઈએ, બની શકે તો ગુલાલથી હોળી રમવાનો આગ્રહ રાખવો જોઈએ. તેમજ ચીનની દરેક પ્રોડક્ટનો બહિષ્કાર કરવો જોઈએ.

કોરોના ઈફેક્ટ: હોળી-ધુળેટીના પર્વમાં સ્વદેશી વસ્તુની માગ વધી
સુરેશ શાહ નામના વેપારીએ જણાવ્યું હતું કે, આ વખતે હોલસેલ માર્કેટ ખૂબ જ સારૂ છે. યુપી, બિહારથી હર્બલ કલર મંગાવવામાં આવ્યા છે. દર વખતની જેમ આ વખતે પણ 15 થી 20 ટકાનો ભાવ વધારો છે. તેમ છતાં ઘરાકી ખૂબ જ સારી છે. મોટા ભાગના લોકોની ડિમાન્ડ હર્બલ કલરની છે. દેશી પિચકારીઓ, કલરની ચીજવસ્તુઓનો વેપાર ખૂબ સારા પ્રમાણમાં થઈ રહ્યો છે.વર્ષોથી વાપીના બજારમાં સિઝનેબલ ધંધો કરતા અને હોળી-ધુળેટીમાં કલર, પિચકારી હોળીના પૂજન તરીકે વપરાતી ચીજવસ્તુઓનું વેચાણ કરતી લગભગ 200 થી 300 જેટલી હંગામી દુકાનો શરૂ કરવામાં આવી છે.

જેમાં દર વર્ષે ચાઈનીઝ પિચકારી તથા ફુગ્ગા, કલરની માંગ વધુ રહેતી હતી. હાલમાં ચીન સહિત સમગ્ર વિશ્વને બાનમાં લેનારા કોરોના વાઇરસને કારણે ચાઈનીઝ આઈટમનું પ્રમાણ ઘટ્યું છે. વાપી ટાઉન અને ગુંજન ખાતે હંગામી હોળી બજારમાં વેચાણ થતી ચીજવસ્તુઓમાં સ્વદેશી ચીજ વસ્તુઓની ડિમાન્ડ વધુ જોવા મળી રહી છે. તો લોકો પણ સ્વદેશી રંગ અને પિચકારી માગતા થયા છે.


Last Updated : Mar 9, 2020, 5:57 PM IST

ABOUT THE AUTHOR

...view details