- ધરમપુર ડેપામાંથી 7 કંડક્ટરને નથી આપવામાં આવી રહ્યું વેતન
- ફસ્ટ એઈડ સર્ટીના કારણે લાઈસન્સ રીન્યુ કરવામાં નથી આવ્યું
- કોરોનાકાળમાં કંડક્ટરોની કફોડી હાલત
ધરમપુર: જિલ્લાના ડેપોમાં હાલ 100 થી વધુ કન્ડક્ટરો ફરજ બજાવે છે પરંતુ આ કન્ડક્ટરોને દર ત્રણ વર્ષે દિલ્હી ખાતે આવેલા સેન્ટ જોન્સ નામની સંસ્થા માંથી ફસ્ટ એઇડ સર્ટિફિકેટ મેળવવાનું રહે છે અને તે સર્ટી મેળવી લીધા બાદ કંડકટર લાઇસન્સ માટે આર ટી ઓ વલસાડ ખાતે અરજી કરવાની રહે છે જે બાદ તેમને કંડક્ટરનું લાઇસન્સ રીન્યુ થાય છે પરંતુ હાલમાં કોરોના કાળ ચાલી રહ્યો હોય સેન્ટ જોન્સ નામની સંસ્થા હાલ કામગીરી બંધ કરવામાં આવી છે.
સર્ટી આપવામાં ન આવ્યું
દરેક કંડક્ટરે જેમના લાઇસન્સ રીન્યુ કરવામાં હતા એ તમામ કન્ડક્ટરોએ અરજી ઇ-મેઇલ કર્યો છે અને તેમની રસીદ પણ છે પરંતુ તેમ છતાં પણ વલસાડ આર ટી ઓ દ્વારા ફ્સ્ટએઇડ સર્ટી ના હોવાનું જણાવીને તેમના કંડકટરના લાઇસન્સ રીન્યુ કરવામાં આવ્યા નથી જેના કારણે ધરમપુર ડેપો ના 7 જેટલા કન્ડક્ટરો ને ફરજ ઉપર થી ઉતારી દેવામાં આવ્યા છે.