ગુજરાત

gujarat

ETV Bharat / state

વેલસ્પન કંપનીનો કર્મચારી કોરોના પોઝિટિવ આવતા રહેણાંક વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન જાહેર - વલ્લ્ભનગર કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર

વાપી તાલુકાના રાતા ગામના વલ્લભનગરમાં રહેતા અને વેલસ્પન કંપનીમાં કામ કરતાં યુવાનનો શનિવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લઇને અધિકારીઓ રહેણાંક સ્થળ પર પહોંચી સ્થળ નિરીક્ષણ કર્યુ હતું. તે સાથે જ રાતા વલ્લ્ભનગરને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી વિસ્તારને સિલ કરવાની કામગીરી હાથ ધરી હતી.

રહેણાંક વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન જાહેર
રહેણાંક વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન જાહેર

By

Published : Jun 8, 2020, 2:11 PM IST

વાપી: તાલુકાના છીરી અને રાતાની નજીક આવેલા વલ્લભનગર હદ વિસ્તારના સાંઈધામ એપાર્ટમેન્ટમાં રહેતા શૈલેષ શિંદે નામના યુવાનનો શનિવારે કોરાનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેને લઇ તંત્ર દોડતુ થઇ ગયુ હતું. ડેપ્યુટી ડીડીઓ મકવાણા, વાપી ટીડીઓ, ગામના સરપંચ મિતેશ પટેલ, તલાટી અમિત પટેલ પોલીસ કર્મી, આરોગ્યની ટીમ સ્થળ પર હાજર થઇ કન્ટેઇન્મેન્ટ ઝોનની કામગીરી હાથ ધરી હતી.

વલ્લ્ભનગર કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર
કોરોના પોઝીટીવ આવ્યા બાદ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી DDO, TDO સહિતના અધિકારીઓએ સ્થ‌ળ પર પહોંચી જરૂરી સૂચનો કર્યા હતાં. આ તકે સિલ કરેલા વિસ્તારમાં લોકોને હોમ ડિલિવરીની સુવિધા અપાશે તેવી ખાતરી આપી હતી.
રહેણાંક વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરતુ સુચન બોર્ડ

ABOUT THE AUTHOR

...view details