દમણ: દમણમાં રવિવારે વધુ બે કેસ કોરોના પોઝિટિવ આવતા વિસ્તારને સિલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે વલસાડના ચણોદ વિસ્તારના એક પોઝિટિવ દર્દીનું મૃત્યુ નિપજ્યું છે તો, ઉદવાડામાંથી એક યુવતીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. દાદરા નગર હવેલીમાંથી પણ એક રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.
દાદરા નગર હવેલીમાં કોરોનાના નવા કેસ નોંધાયા, કુલ આંક 29 - valsad
દમણમાં રવિવારે વધુ બે કેસ કોરોના પોઝિટિવ આવતા વિસ્તારને સિલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તંત્રએ એક સાથે દમણમાં 3 વિસ્તાર કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યા છે. રવિવારે પણ એક કેસ નોંધાતા હાલ દાદરા નગર હવેલીમાં કોરોના પોઝિટિવનો આંકડો 29 પર પહોંચ્યો છે.
આ તરફ વલસાડમાં રવિવારે એક 60 વર્ષીય કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજ્યું છે. આ દર્દી મુંબઈથી વાપીના ચણોદ વિસ્તારમાં આવેલો અને તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ડાયાબિટીસ અને હૃદયની બીમારીથી પીડિત હતો. જ્યારે ઉદવાડા ગામથી એક યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. યુવતી સુરતથી આવી હોવાની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે.
જ્યારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની વાત કરીએ તો દાદરા નગર હવેલીમાં શનિવારે એક કોરોના સંક્રમિત કેસ નોંધાયાં બાદ રવિવારે પણ એક કેસ નોંધાતા હાલ દાદરા નગર હવેલીમાં કોરોના પોઝિટિવનો આંકડો 29 પર પહોંચ્યો છે.