ગુજરાત

gujarat

ETV Bharat / state

કપરાડાના સનદ વિતરણ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખને સ્ટેજ ઉપર સ્થાન નહીં આપતાં વિવાદ - કપરાડાના તાજા સમાચાર

વલસાડના કપરાડા ખાતે શનિવારે 8000 ખેડૂતોને વન અધિકાર નિયમ 2006 અંતર્ગત અધિકાર પત્રો આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈ-માધ્યમ કાર્યક્રમ દરમિયાન તાલુકાના મહિલા પ્રમુખને સ્ટેજ ઉપર સ્થાન આપવામાં આવ્યું નહોતું. જેથી પ્રમુખ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખેડૂતોની વચ્ચે ખુરશીમાં બેસી રહ્યાં હતાં.

ETV BHARAT
કપરાડાના સનદ વિતરણ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખને સ્ટેજ ઉપર સ્થાન નહીં આપતાં વિવાદ

By

Published : Jul 18, 2020, 3:22 PM IST

વલસાડ: કપરાડા તાલુકાના સંકૃતિક હોલ ખાતે શનિવારે ઈ-માધ્યમ દ્વારા વનબંધુઓને વન અધિકારપત્ર વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેબિનેટ પ્રધાન ગણપત વસાવા, ભાજપના તમામ હોદ્દેદારો, ધારાસભ્યો અને જિલ્લા પંચાયત પ્રમુખ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ શરૂ થયા બાદ પણ તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રા નડગેને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું નહોતું. જેથી તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રા એક સામાન્ય આદિવાસી નાગરિકની જેમ લોકો વચ્ચે ખુરશીમાં બેસી રહ્યા હતા.

કપરાડાના સનદ વિતરણ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખને સ્ટેજ ઉપર સ્થાન નહીં આપતાં વિવાદ

કાર્યક્રમના અંતે પ્રમાણ પત્રનું વિતરણ કરવા માટે ડૉ. કેસી પટેલે તાલુકા પ્રમુખને બોલાવ્યાં હતા. કાર્યક્રમના અંતમાં તાલુકા પ્રમુખને સ્ટેજ પર બોલાવવાથી વિવાદ વકર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details