ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉમરગામ નગરપાલિકામાં કોંગ્રેસની 7 બેઠક પર જીત

ઉમરગામ નગરપાલિકાની ચૂંટણીનો મંગળવારે વહેલી સવારના 09:00 કલાકથી મતગણતરીના પ્રારંભ થયો હતો. મતગણતરીના સ્થળ પર તમામ પક્ષના સમર્થકો અને ઉમેદવારોને ધસારો જોવા મળ્યો હતો. ઉમરગામ નગરપાલિકામાં 27 બેઠક માટે મતદાન થયું હતું. મંગળવારે તેની મતગણતરી થઇ હતી, જેમાં કોંગ્રેસે વોર્ડ નંબર-3માં અને વોર્ડ નંબર-6માં એમ બે વોર્ડમાં કુલ 7 બેઠક કબજે કરી હતી.

કોંગ્રેસે 7 સીટ પર મેળવ્યો વિજય
કોંગ્રેસે 7 સીટ પર મેળવ્યો વિજય

By

Published : Mar 2, 2021, 7:56 PM IST

  • ઉમરગામ નગરપાલિકામાં 7 બેઠક પર કોંગ્રેસનો કબ્જો
  • ભાજપની સત્તામાં થયેલા અન્યાયનો બદલો આપ્યો
  • આ હજુ કોંગ્રેસની શરૂઆત છે

ઉમરગામ: નગરપાલિકામાં ભાજપની 21 બેઠક તો કોંગ્રેસની 7 બેઠક પરના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે. ઉમરગામ નગરપાલિકામાં કોંગ્રેસે 7 બેઠવી હોવા અંગે ઉમરગામ કોંગ્રેસના પ્રવક્તા બશિષ્ઠ ચૌરસિયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીમાં જે કાર્ય કરે છે તે ભારતના અલગ-અલગ રાજ્યોમાંથી આવીને અહીં વસેલા પરપ્રાંતીય લોકો છે. ભાજપની સત્તામાં તેમનો સતત અનાદાર થતો હતો, અત્યાચાર થતો હતો. તેમના ઘર તોડવામાં આવ્યા હતા એ તમામે એક મત થઈને કોંગ્રેસને આ વિજય અપાવ્યો છે.

કોંગ્રેસે 7 સીટ પર મેળવ્યો વિજય

ભાજપનો ગઢ આવનારા દિવસોમાં ધરાશાયી થશે

ભાજપ સામે મતદારોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. ઉમરગામ નગરપાલિકામાં ભાજપ સામે કોંગ્રેસની જીતની આ એક શરૂઆત છે. આવનારા દિવસોમાં ગુજરાત જ નહીં સમગ્ર ભારતમાં આવી જ જીત મળશે. કોંગ્રેસના ગઢને ધરાશાયી કરવાનો પ્રયાસ ભાજપે કર્યો છે, જેની સામે ભાજપનો ગઢ આવનારા દિવસોમાં ધરાશાયી થશે.

આવતી ટર્મ કોંગ્રેસની હશે

ઉમરગામ નગરપાલિકાના વોર્ડ નંબર-3માં કોંગ્રેસના ત્રણ ઉમેદવારો વિજેતા થયા છે, જ્યારે વોર્ડ નંબર-6માં ચાર ઉમેદવારો વિજેતા થયા છે. કોંગ્રેસ પ્રવક્તાએ આક્ષેપો કર્યા હતા કે, અન્ય વોર્ડની બેઠક ઉપર પણ કોંગ્રેસ મજબુત દાવેદાર હતી. જેમાં ભાજપે તેમના વોટ કાપી આ જીત મેળવી છે, પરંતુ આ ચૂંટણી બાદ આવનારી નવી ટર્મની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમરગામ નગરપાલિકાના તમામ વોર્ડ જીતીને બતાવશે.

ABOUT THE AUTHOR

...view details