પારડીમાં કોંગ્રેસે ખેડૂત બીલનો કર્યો વિરોધ
ખેડૂતોના સમર્થનમાં કોંગી કાર્યકરોએ બિલની હોળી કરી
20 ખેડૂતો જેમણે આંદોલન દરમિયાન જીવ ગુમાવ્યો તેમને શ્રદ્ધાંજલિ આપી
ખેડૂત બિલના વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કર્યા
પારડીમાં કોંગ્રેસે ખેડૂત બીલનો કર્યો વિરોધ
ખેડૂતોના સમર્થનમાં કોંગી કાર્યકરોએ બિલની હોળી કરી
20 ખેડૂતો જેમણે આંદોલન દરમિયાન જીવ ગુમાવ્યો તેમને શ્રદ્ધાંજલિ આપી
ખેડૂત બિલના વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કર્યા
વલસાડઃ જિલ્લામાં પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુરૂવારે પારડી નગર ખાતે આવેલા ઓવર બ્રીજના ચાર રસ્તા પાસે કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વિના ખેડૂત આંદોલનમાં પોતાની જાન ગુમાવનારા 20 જેટલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવા તેમજ ખેડૂત આંદોલનને સમર્થન આપતા ખેડૂત બિલનો વિરોધ કરી ખેડૂત બિલની હોળી કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ખેડૂત બિલ અંગે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
કોંગ્રેસ સમિતિના 10થી વધુ સભ્યોએ કર્યો વિરોધ
પારડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મેહુલ વશીની આગેવાનીમાં પારડી તાલુકા કોંગ્રેસ સમિતિના 10થી વધુ સભ્યો ખેડૂત બિલનો વિરોધ કરતા બિલની હોળી કરવાનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો. તેની જાણ પોલીસને પાછળથી થતા પોલીસ દોડતી થઇ ગઇ હતી.
પોલીસે કોંગ્રી કાર્યકરોને કર્યા ડીટેઈન
પારડી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મેહુલ વશી, પારડી તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ સતિષ પટેલ, કિસાન સેલ પ્રમુખ કાંતિ પટેલ, ડુંગરી ગ્રામ પંચાયતના માજી સરપંચ ઠાકોર પટેલ, લોક સરકાર ઈનચાર્જ જીતેશ હળપતિ, પારડી તાલુકા કોંગ્રેસ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ હેડ કપિલકુમાર હળપતિને પોલીસ દ્વારા ડીટેઈન કરવામાં આવ્યાં હતા. જોકે, પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસને જાણ બહાર કરવામાં આવેલા આ કાર્યક્રમ પોલીસ પહોંચે તે પહેલાં પૂર્ણતાને આરે પહોંચ્યો હતો.