ગુજરાત

gujarat

ETV Bharat / state

હિન્દુ જાગૃતિ માટે ઓનલાઈન અખિલ ભારતીય હિન્દુરાષ્ટ્ર અધિવેશનની પુર્ણાહુતી

દેશભરમાં હિન્દુ જાગૃતિ અને દેશહિતની ચર્ચા માટે ઓનલાઈન અખિલ ભારતીય હિન્દૂ રાષ્ટ્ર અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના જાણીતા વક્તાઓ દ્વારા દેશહિત અને દેશના કાનૂન અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી. સમિતિએ દેશહિતને લગતા ઠરાવો અંગે સંમત થઈ વિવિધ ઠરાવો કર્યા હતાં.

hindu
hindu

By

Published : Aug 11, 2020, 12:16 PM IST

વાપી: દેશભરમાં હિન્દુ જાગૃતિ અને દેશહિતની ચર્ચા માટે ઓનલાઈન અખિલ ભારતીય હિન્દુ રાષ્ટ્ર અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના જાણીતા વક્તાઓ દ્વારા દેશહિત અને દેશના કાનૂન અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી. સમિતિએ દેશહિતને લગતા ઠરાવો અંગે સંમત થઈ વિવિધ ઠરાવો કર્યા હતાં. (ટ્રિપલ) તલાક પર પ્રતિબંધ, ધારા 370 રદ કરવી અને શ્રીરામમંદિરનું નિર્માણ આ 3 બાબતો પૂર્ણ થઈ છે. હજી 3 બાકી છે. જેમાં કાશી સ્થિત વિશ્વાનાથ મંદિર અને મથુરા સ્થિત શ્રીકૃષ્ણ મંદિરનું નિર્માણ અને અંતમાં અખંડ હિંદુ રાષ્‍ટ્રની સ્થાપના!

અખંડ હિંદુ રાષ્ટ્રની સ્થાપના ફક્ત બોલવાથી થશે નહીં, જ્યારે તે માટે પ્રત્યક્ષ કૃતિ કરવી પડશે. આ માટે છત્રપતિ શિવાજી મહારાજ અને ધર્મવીર સંભાજી મહારાજનો માર્ગ અનુસરવો પડશે. હિંદુ રાષ્ટ્રમાં ‘ગોહત્યા ’, ‘લવ-જેહાદ’, ‘લેંડ-જેહાદ’ જેવા હિંદુ ધર્મ પર પ્રહાર થશે નહીં. હિંદુઓએ જાગૃત અને સંગઠિત થઈને હિંદુ રાષ્ટ્ર માટે કૃતિશીલ થવું, એવું આવાહન પ્રખર હિંદુત્વિનિષ્ઠર અને તેલંગાણા ખાતેના ભાજપના ધારાસભ્યહ શ્રી. ટી. રાજાસિંહે કહ્યું હતું.

હિન્દૂ જાગૃતિ માટે ઓનલાઈન આયોજિત અખિલ ભારતીય હિન્દૂ રાષ્ટ્ર અધિવેશનની પુર્ણાહુતી

હિન્દુ જનજાગૃતિ સમિતિ વતી આયોજિત ‘ઑનલાઈન’ નવમ ‘અખિલ ભારતીય હિંદુ રાષ્ટ્ર અધિવેશન’ના સમાપન સત્રમાં આવા અનેક વક્તાઓએ પોતાનું અદભુત વક્તવ્ય આવ્યું હતું. આ અધિવેશન સમિતિના ‘યુ-ટ્યૂબ’ ચૅનલ અને ‘ફેસબુક પેજ’ દ્વારા 64 હજાર કરતાં વધારે લોકોએ પ્રત્યરક્ષ નિહાળ્યું હતું, જ્યારે 2 લાખ 47 હજાર કરતાં વધારે લોકો સુધી આ વિષય પહોંચ્યો. આ સમયે અયોધ્યાના ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસ’ના કોષાધ્યવક્ષ સ્વામી ગોવિંદદેવગિરી મહારાજ પણ ઉપસ્થિજત હતાં. તેમણે કહ્યું કે, ભારત સ્વ‍યંભૂ હિંદુ રાષ્ટ્ર છે. છત્રપતિ શિવાજી મહારાજે પણ હિન્દુ સામ્રાજ્યતની સ્થાપના કરી, પરંતુ સ્વતંત્રતા ઉપરાંત સત્તાધારીઓએ હિંદુવિરોધી વિચારસરણી જાળવી; પણ હવે પછીથી હિંદુ રાષ્ટ્ર અબાધિત રાખવું, એ પ્રત્યેક હિંદુનું દાયિત્વ છે. તે માટે સ્વાતંત્રયવીર સાવરકરે વિશદ કર્યા પ્રમાણે રાજકારણનું હિન્દુકરણ થવું આવશ્યક છે. આ સમયે સનાતન સંસ્થાના ધર્મપ્રચારક સદ્‌ગુરુ નંદકુમાર જાધવે કહ્યું કે, ‘મારા ભક્તોનો કદીપણ નાશ થશે નહીં’, એવું ભગવાનનું વચન છે.

હિન્દૂ જાગૃતિ માટે ઓનલાઈન આયોજિત અખિલ ભારતીય હિન્દૂ રાષ્ટ્ર અધિવેશનની પુર્ણાહુતી
હિન્દુ જનજાગૃતિ સમિતિના રાષ્ટ્રીરય માર્ગદર્શક સદ્‌ગુરુ ડૉ. ચારુદત્ત પિંગળેએ ‘વર્તમાન આપત્કાતળમાં જગત્ ત્રીજા મહાયુદ્ધના આરે ઊભું છે. કોરોના મહામારી પછી ચીનના વિરોધમાં અનેક દેશ એકત્રિત થયા છે. વિશ્વયુદ્ધ ચાલુ થાય કે, દિલ્હી રમખાણો, શાહીનબાગ આંદોલન, સીએએના વિરોધમાંના હિંસક આંદોલનની જેમ ભારત વિરોધી શક્તિઓ જાતિ-ધર્મના નામ પર ગૃહયુદ્ધ ભડકાવવા માટે ષડ્‌યંત્ર રચવાની સંભાવના છે. આ આગામી અરાજક પરિસ્થિાતિનો સામનો કરવા માટે હિન્દુત્વનિષ્ઠોએ અગ્નિશમન, પ્રથમોપચાર, આપાત્કાલીન સહાયતા, નાગરીક સંરક્ષણ ઇત્યાદિ આપાત્કાલીન પરિસ્થિતિ હાથ ધરવાનું પ્રશિક્ષણ લેવાની આવશ્યકતા છે. કાળમહિમા અનુસાર વર્ષ 2023માં હિંદુ રાષ્ટ્રનની સ્થાિપના થવાની જ છે. આ માટે યોગદાન આપવું એ સાધના જ છે.’
હિન્દૂ જાગૃતિ માટે ઓનલાઈન આયોજિત અખિલ ભારતીય હિન્દૂ રાષ્ટ્ર અધિવેશનની પુર્ણાહુતી

આ અધિવેશનમાં રાષ્ટ્ર અને ધર્મ રક્ષણના વિવિધ વિષયો પર કૃતિ કાર્યક્રમ નિશ્ચિેત કરવા માટે ‘ઑનલાઈન’ જૂથચર્ચા પણ લેવામાં આવી હતી. આ માટે વિવિધ રાજ્યોના હિંદુત્વનિષ્ઠોના જુદા જુદા 16 જૂથ બનાવીને ‘ઑનલાઈન’ ચર્ચામાં અનેક હિંદુત્વનિષ્ઠો સહભાગી થયા હતાં. અધિવેશનના અંતમાં હિન્દુ રાષ્ટ્રની દૃષ્ટિએ કેટલાક ઠરાવોનું વાંચન હિંદુ જનજાગૃતિ સમિતિના જળગાવ જિલ્લા, મહારાષ્ટ્ર સમન્વશયક પ્રશાંત જુવેકરે કર્યું. આ ઠરાવો માટે ‘હર હર મહાદેવ’નો જયઘોષ કરતા કરતા, તેમજ ‘કમેંટ બૉક્સ’માં પણ ‘હર હર મહાદેવ’ પોસ્ટ કરતા કરતા બધાએ અનુમોદન આપીને ઠરાવ સંમત કરવામાં આવ્યાં.

ઑનલાઈન ‘નવમ અખિલ ભારતીય હિન્દુ રાષ્ટ્ર અધિવેશન’માં સંમત થયેલા ઠરાવ !

1. અયોધ્યા ખાતે નિર્માણ થનારું શ્રીરામમંદિર હિંદુઓ માટે ધર્મશિક્ષણ પ્રદાન કરનારું થાય. ત્યાંના અન્ય મંદિરો અને ઐતિહસિક વારસો ધરાવનારા સ્થાનને પણ આક્રમણમુક્ત કરીને તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવે. ધાર્મિક અસંતોષ ટાળવા માટે અન્ય ધર્મીઓના ધાર્મિક બાંધકામ માટે અનુમતિ આપવામાં આવે નહીં.
2. હિંદુઓના મૂળભૂત અધિકારોનું હનન કરનારો ‘પ્લેસેસ ઑફ વર્શિપ ઍક્ટ્ 1991’ આ કાયદો તરત જ રદ કરીને રામમંદિરની જેમ જ કાશી, મથુરા ઇત્યાદિ જેવા મોગલ આક્રમકોએ પચાવી પાડેલાં હિન્દુઓનાં હજારો મંદિરો અને તેમની ભૂમિ હિંદુઓએ નિયંત્રણમાં લેવી.
3. સહુકોઈને સમાન અધિકાર આપવા માટે બંધારણમાંનો ‘સેક્યુલર’ શબ્દ‍ કાઢી નાખીને ત્યાં ‘સ્પિેરિચ્યુઅલ’ શબ્દ ઉમેરવો અને ભારતને ‘હિંદુ રાષ્ટ્ર’ ઘોષિત કરવું.
4. ‘નેપાળ હિંદુ રાષ્ટ્ર ઘોષિત થાય’, આ નેપાળ ખાતેના હિંદુઓની માગણીનું સદર અધિવેશન સંપૂર્ણ સમર્થન કરે છે.
5. હિંદુ સમાજની તીવ્ર ભાવનાઓ ધ્યારમાં લઈને કેન્દ્ર સરકારે ‘સંપૂર્ણ દેશમાં ગોવંશ હત્યા પ્રતિબંધ’ અને ‘ધર્માંતર પ્રતિબંધ’ના સંદર્ભમાં નિર્ણાયક કાયદા સંમત કરવા.
6. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા ખાતેના હિંદુઓ પરના અત્યાાચારોની આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠન અને ભારત સરકાર દ્વારા તપાસ કરીને ત્યાંના લઘુમતિ ધરાવનારા હિંદુઓને સુરક્ષા પ્રદાન કરવી.
7. કાશ્મીંર ખીણમાં સ્વતંત્ર ‘પનૂન કશ્મીર’ આ કેંદ્રશાસિત પ્રદેશની નિર્મિતિ કરીને વિસ્થાપિત કાશ્મીરી હિંદુઓનું ફરીવાર પુનર્વસન કરવામાં આવે.
8. તામિલનાડુ સ્થિરત શ્રી નટરાજ મંદિરનું અધિગ્રહણ રદ કરવાનો સર્વોચ્ચ ન્યાયાલયના આદેશ અનુસાર સમગ્ર દેશમાંના મંદિરોનું શાસકીય અધિગ્રહણ તાત્કાળ રદ કરીને મંદિરો ભક્તોના હાથમાં સોંપવા.
9. કેન્દ્ર સરકારે તાત્કાળ ‘કેંદ્રિય નામકરણ આયોગ’ની સ્થાપના કરીને સમગ્ર દેશમાંના નગરો, વસ્તુઓ, રસ્તા, સંગ્રહાલયો ઇત્યાદિને રહેલાં પરકીય આક્રમકોનાં નામો બદલીને તેમના મૂળ નામો અનુસાર નામકરણ કરવું.
10. ‘વેબસીરિઝ’ના માધ્યમ દ્વારા હિંદુ ધર્મ, દેવતા, સંત ઇત્યાાદિનું નિરંતર થઈ રહેલું ઘોર અપમાન, મોટા પ્રમાણમાં થઈ રહેલી અશ્લીલતા અને હિંસાનો પ્રસાર ધ્યાનમાં લઈને સરકારે ‘વેબસીરિઝ’ને ‘સેન્સર’ કરવી. તેમજ આ માધ્યમ દ્વારા હિંદુ ધર્મ અને દેવતાના થનારા અપમાનના વિરોધમાં કઠોર કાર્યવાહી કરવા માટે વિશેષ કાયદો ત્વરિત સંમત કરવો.
11. રાષ્ટ્ર સુરક્ષાની દૃષ્ટિએ ભારતમાં આશ્રય આપેલા રોહિંગ્યા મુસલમાનોને પાછા મોકલવા માટે સરકારે કાયદો કરવો.
12. દેહલી રમખાણોના સૂત્રધાર આમ આદમી પાર્ટીના નગરસેવક તાહિર હુસેન, તેમજ ‘સીએએ’ અને ‘એન્‌આર્‌સી’ આ કાયદાઓના વિરોધમાં શાહીનબાગ જેવા હિંસક આંદોલનો કરનારા પર દેશદ્રોહનો ખટલો ચલાવવો.
13. ગત કેટલાક વર્ષોમાં અહિંદુઓની લોકસંખ્યાોનો વિસ્ફોટ જોતાં સર્વ ધર્મીઓની લોકસંખ્યા સમતોલ રાખવા માટે દેશમાં ત્વરિત ‘જનસંખ્યા નિયંત્રણ કાયદો’ લાગુ કરવામાં આવે.
14. ભારતમાં ‘એફ્.એસ્.એસ્.એ.આય.’ અને ‘એફ્.ડી.એ.’ જેવી સરકારી સંસ્થા હોવાથી ધાર્મિક આધાર પર ‘સમાંતર અર્થવ્યવસ્થા’ નિર્માણ કરનારી ‘હલાલ સર્ટિફિકેશન’ની વ્યાવસ્થા ત્વરિત બંધ કરવી.
15. વિરોધમાં કોઈપણ પુરાવાઓ ન હોવા છતાં કારાગૃહમાં સબડી રહેલા સર્વ હિંદુત્વનિષ્ઠો પરના ખટલાઓ ચલાવવા માટે ‘વિશેષ જલદગતિ ન્યાયાલય’ની સ્થાપના કરવી અને નિષ્પાપ હિંદુત્વેનિષ્ઠોને ન્યાય આપવો.

ABOUT THE AUTHOR

...view details