ગુજરાત

gujarat

ETV Bharat / state

અકસ્માત સર્જી 2 નિર્દોષનો ભોગ લેનારા નારગોલ પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાઈ - વલસાડ જિલ્લાના સરીગામ સરઈ માર્ગ

વલસાડ જિલ્લાના સરીગામ સરઈ માર્ગ પર સોમવારે કારથી અકસ્માત સર્જી બે નિર્દોષના જીવ લઇ પોલીસકર્મી દારૂ ભરેલી કાર છોડી ભાગી ગયો હતો. જેમાં નારગોલ મરીન પોલીસના કલ્પેશ જાની સામે ભીલાડ પોલીસ મથકે ગુનો દાખલ કર્યો છે.

Nargol
વલસાડ

By

Published : Jun 10, 2020, 11:07 AM IST

વલસાડ: સરીગામ પાગીફળિયા પાસે નવીનગરીનો પરિવાર સોમવારે સરઈ લગ્ન પ્રસંગમાંથી સાંજે બાઇક પર પરત સરીગામ આવી રહ્યો હતો. ત્યારે સરીગામથી નારગોલ તરફ કાર ચાલક હેમંત લાલજી ભદ્રા તથા નારગોલ મરીન પોલીસનો કર્મચારી કલ્પેશ જાની દારૂ ભરેલી કાર પૂરઝડપે હંકારી જતા હતા. ત્યારે માંડામાં ઓવરટેકની લહાયમાં બાઇકને અડફેટે લેતા પ્રવીણ ગણેશભાઈ વારલી અને સાગર કાંતિભાઈ હીરોત્તરાનું ઘટના સ્થળ પર મોત નિપજાવ્યું હતું.

અકસ્માત સર્જી 2 નિર્દોષના મોત મામલે નારગોલ પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાઇ
જ્યારે સરસ્વતીબેનને ગંભીર ઇજા થતા વલસાડ સિવિલમાં ખસેડ્યા હતા. જ્યા તેમની હાલત પણ ગંભીર છે. અકસ્માત બાદ મરીન પોલીસ મથકના કલ્પેશ જાની ભાગી ગયો હતો. જ્યારે લોકોએ કાર ચાલકને ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો. કારમાંથી દારૂ અને બિયરની 11 બોટલ મળી રૂ.1900 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે બાદ કાર ચાલક વિરુદ્ધ મૃતકના પરિવારજનોમાંથી રાજેશ વળવીએ ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.હાલ સમગ્ર મામલે ભિલાડ પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક અને પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની અટકાયત કરી છે. પરંતુ સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ આ ઘટનામાં કાર ચાલકની કારની ટકકરથી નહીં, પરંતુ બે બાઇક અથડાતા અકસ્માત થયો હોવાનું અને તેમાં બે વ્યક્તિઓએ જાન ગુમાવી છે. બીજી તરફ સુત્રોનું કહેવું છે કે, અકસ્માત સર્જનારા કાર ચાલક અને પોલીસ કર્મચારી દારૂની ખેપ મારવા માટે જતા હતા અને અકસ્માત સર્જ્યો છે. જે બાદ તમામ મામલે ભીનું સંકેલવાના પ્રયાસો હાથ ધરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details