ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં વિધવા, નિરાધાર, બેરોજગાર, બીમારને મદદ કરતી હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટની સરાહનીય કામગીરી - vapi help charitable trust

વાપીમાં વિધવા બહેનોને, નિરાધાર-વૃદ્ધ, બીમાર-બેરોજગાર મહિલા-પુરુષો માટે 3 વર્ષથી હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ અનોખી સેવા કરી રહ્યું છે. જેના આવા જ સહાયના મહત્વના કાર્યક્રમમાં વલસાડ કલેક્ટરે ઉપસ્થિત રહી સરાહનીય કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતાં.

વાપીમાં વિધવા, નિરાધાર, બેરોજગાર, બીમારને મદદ કરતી હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટની સરાહનીય કામગીરી
વાપીમાં વિધવા, નિરાધાર, બેરોજગાર, બીમારને મદદ કરતી હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટની સરાહનીય કામગીરી

By

Published : Apr 11, 2021, 7:43 PM IST

  • વાપીમાં હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટની હેલ્પ
  • જરૂરિયાતમંદ લોકોને સહાય આપી
  • કલેકટર રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા

વલસાડ:- વાપીમાં કાર્યરત હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 11મી એપ્રિલે વલસાડ કલેકટર આર.આર.રાવલ, વાપી નગરપાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલની ઉપસ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને અનાજ, હાથલારી અને વાર્ષિક પેન્શન સુપ્રત કરવામાં આવ્યું હતું.

વાપીમાં વિધવા, નિરાધાર, બેરોજગાર, બીમારને મદદ કરતી હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટની સરાહનીય કામગીરી

આ પણ વાંચોઃપહેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિધવા મહિલાઓ માટે નારી સન્માન કાર્યક્રમ યોજાયો

3 વર્ષથી હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ અનોખી સેવા કરી રહ્યું છે

વાપીમાં છેલ્લા 3 વર્ષથી હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ અનોખી સેવા કરી રહ્યું છે. આ કાર્યક્રમમાં વલસાડ કલેકટર આર.આર.રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. ટ્રસ્ટની કામગીરી અંગે ટ્રસ્ટના પ્રમુખ યુસુફ ઘાંચીએ વિગતો આપી હતી કે, હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ વાપીમાં જરૂરિયાતમંદ લોકોને મદદ કરતી સંસ્થા છે. જેમાં ટ્રસ્ટ દ્વારા 30 વિધવા મહિલાઓને વાર્ષિક 15 હજાર રૂપિયા લેખે પેન્શન આપે છે. બેરોજગાર પુરુષોને 30 જેટલી હાથલારી ઉપરાંત મહિલાઓ-પુરુષોને 30 હજાર સુધીની વગર વ્યાજની લોન આપે છે. તો, ગરીબ અને બીમાર લોકોને માં કાર્ડ હેઠળ સારવાર કરાવી આપે છે. જેમાં અત્યાર સુધીમાં 18 જેટલા ગરીબ દર્દીઓના કેન્સર, હાર્ટ, કિડની જેવી બીમારીની સારવાર કરાવી મદદરૂપ થયા છે.

વાપીમાં વિધવા, નિરાધાર, બેરોજગાર, બીમારને મદદ કરતા હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટની સરાહનીય કામગીરી
અનાજ, રોજગારી, આરોગ્ય, શિક્ષણની સહાય પુરી પાડીટ્રસ્ટની આ સરાહનીય કામગીરીને વલસાડ કલેકટર આર.આર.રાવલે પણ વખાણી હતી. કલેકટરે જણાવ્યું હતું કે, ટ્રસ્ટ દ્વારા લઘુમતી સમાજની પીડિત, શોષિત મહિલાઓની મદદ કરવામાં આવે છે. અનાજ, રોજગારી, આરોગ્ય, શિક્ષણની સહાય પુરી પાડી સરકારની જે યોજનાઓ છે, તેને સફળ બનાવી રહ્યું છે. જે માટે લાભાર્થીઓ સાથે વાતચીત કરતા તેમને મળેલી સહાયથી ખૂબ જ ખુશી થઈ ટ્રસ્ટ અભિનંદનને પાત્ર છે.
વાપીમાં વિધવા, નિરાધાર, બેરોજગાર, બીમારને મદદ કરતા હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટની સરાહનીય કામગીરી

આ પણ વાંચોઃજન કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા જરૂરિયાત મંદોને ફ્રી સેવા આપવામાં આવે


માં કાર્ડ હેઠળ ગરીબ દર્દીઓના ઓપરેશન કરાવ્યા

ઉલ્લેખનીય છે કે, હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોએ સરકારની વૃદ્ધ પેન્શન યોજના, વિધવા સહાય યોજના, રાશન સહાય યોજના, માં કાર્ડ યોજના જેવી યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી તેમને સાચા અર્થમાં હેલ્પ કરી ટ્રસ્ટનું નામ સાર્થક કર્યું છે. જેના લાભાર્થી વિતરણ કાર્યક્રમમાં વાપી નગરપાલિકાના પ્રમુખ, વાપી માલતદાર સહિત લઘુમતી સમાજના આગેવાનો, લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનને ધ્યાને રાખી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details