- વલસાડમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન શરુ
- ઉમરગામ તાલુકા પંચાયતની 30 સીટ માટે મતદાન
- ઉમરગામમાં જિલ્લા પંચાયતની 8 સીટ માટે મતદાન
વલસાડ : ઉમરગામ તાલુકામાં તાલુકા પંચાયતની 30 સીટ માટે, જિલ્લા પંચાયતની 8 સીટ માટે તથા વાપીમાં તાલુકા પંચાયતની 15 સીટ માટે અને 3 જિલ્લા પંચાયતની સીટ માટે મતદાન મથક પર મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ઉમરગામ તાલુકાના મરોલી બેઠક પર ત્રિપાંખ્યો જંગ
વહેલી સવારે મોટાભાગના મતદાન મથકો પર મતદારોની પાંખી હાજરી જોવા મળી હતી. ઉમરગામ તાલુકાના મરોલી બેઠક પર ત્રિપાંખ્યો જંગ છે. એવી જ રીતે અન્ય બેઠકો પર પણ ભાજપ, કોંગ્રેસ ઉપરાંત અપક્ષ, આપ, બસપા, બીટીસી, રાષ્ટ્રીય ચેતના પાર્ટીના ઉમેદવારો મેદાનમાં છે. મતદાન મથક પર સોશિયલ ડિસ્ટન્સથી લઈને માસ્ક, હેન્ડ સેનેટાઇઝરની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.
ઉમરગામમાં સ્થાનિક સ્વરાજની મતદાન પ્રક્રિયાનો પ્રારંભ