- ધોરણ 10-12ના શિક્ષણ કાર્યનો પ્રારંભ
- શાળાઓમાં SOP મુજબ વ્યવસ્થા ઉભી કરાઈ
- વાલીઓના સંપતિપત્ર બાદ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો
વલસાડઃ સમગ્ર ગુજરાત સાથે વલસાડ જિલ્લામાં પણ ધોરણ 10 અને 12 નું શિક્ષણ કાર્ય આરંભ થયું છે. વાપીની સ્વામિનારાયણ ગુરુકુલ સહિતની શાળાઓમાં પ્રથમ દિવસે કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપી વર્ગખંડમાં મર્યાદિત સંખ્યામાં શિક્ષણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ફરજીયાત માસ્ક સાથે ક્લાસરૂમમાં પ્રવેશ
શાળાઓમાં મુખ્ય ગેટ પર ખાસ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માર્કિંગ કરવામાં આવ્યું હતું. ગેટ પરથી શાળાના પ્રાંગણમાં પ્રવેશતા વિદ્યાર્થીઓનું થર્મલ ગન વડે તાપમાન માપવામાં આવ્યું હતું. માસ્ક ફરજિયાત પહેરવાની સૂચના સાથે હેન્ડ સેનિટાઈઝરથી હાથને સ્વચ્છ કરાવવામાં આવ્યાં હતાં.