ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં 2 સ્થળોએ કોરોના વેકસિનના બીજા તબક્કાની શરુઆત

વાપી તાલુકામાં 31મી જાન્યુઆરીથી કોરોના વેક્સિન ના ફેઝ 2નો પ્રારંભ થયો છે. વાપીમાં 2 સ્થળોએ રોજના 100 ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને વેક્સિન અપાઈ રહી છે. જેમાં તાલુકા હેલ્થ ઓફિસરના જણાવ્યા મુજબ, સામાન્ય તાવ સિવાય કોઈ ગંભીર સાઈડ ઇફેક્ટ જોવા મળી નથી.

કોરોના વેક્સિન ફેઝ 2ની શરુઆત
કોરોના વેક્સિન ફેઝ 2ની શરુઆત

By

Published : Feb 1, 2021, 5:29 PM IST

  • કોરોના વેક્સિનના બીજા તબક્કાની શરૂઆત
  • રોજના 200 લોકોને અપાશે વેક્સિન
  • વેકસિનની કોઈ આડઅસર નહીં
    કોરોના વેક્સિન ફેઝ 2ની શરુઆત

વાપી : સમગ્ર દેશમાં કોરોનાના ઇલાજરૂપે વેક્સિન પ્રક્રિયાનો પ્રારંભ થયા બાદ 31મી જાન્યુઆરીથી સેકન્ડ રાઉન્ડની પ્રક્રિયાની શરૂઆત થઈ છે. વાપી તાલુકામાં UPHC ડુંગરા, PHC ચલા ખાતે પ્રથમ દિવસે 150 ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને ડોઝ આપ્યા બાદ હરિયા હોસ્પિટલ ખાતે કોરોના વોરિયર્સ કર્મચારીઓએ વેક્સિન મુકાવી હતી.

પ્રથમ રાઉન્ડમાં 1700 આરોગ્ય કર્મીઓએ ડોઝ લીધો

વાપી તાલુકામાં અત્યાર સુધીના 2 રાઉન્ડમાં થયેલ વેક્સિનેશન પ્રક્રિયા અંગે વાપી તાલુકાના હેલ્થ ઓફિસર ડૉ.મૌનિક પટેલે વિગતો આપી હતી કે, પ્રથમ ફેઇઝમાં 1,700 જેટલા આરોગ્ય કર્મીઓને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યાં હતા.

કોરોના વેક્સિન ફેઝ 2ની શરુઆત

31મી જાન્યુઆરીથી સેકન્ડ ફેઇઝ શરુ

જે બાદ 31મી જાન્યુઆરીથી સેકન્ડ ફેઈઝ રાઉન્ડ શરૂ થયો છે. પ્રથમ દિવસે ડુંગરા UPHC અને ચલા સરકારી દવાખાનામાં પોલીસ, રેવન્યુ સ્ટાફ, તલાટી કમ મંત્રીઓ, નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ સહિતના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને વેક્સિન અપાઈ હતી.

કોરોના વેક્સિન ફેઝ 2ની શરુઆત

બીજા રાઉન્ડના પ્રથમ દિવસે 150 લોકોએ ડોઝ લીધા

સેકન્ડ રાઉન્ડના પ્રથમ દિવસે 150 કર્મચારીઓ, અધિકારીઓએ વેક્સિનના ડોઝ લીધી હતા. બીજા દિવસે હરિયા હોસ્પિટલ ખાતે પણ વેકસિનેશન કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તાલુકામાં દૈનિક 2 સ્થળો પર કેમ્પ કરવામાં આવશે. જેમાં 100-100 લોકોને વેક્સિન આપવામાં આવશે.

કોરોના વેક્સિન ફેઝ 2ની શરુઆત

સામાન્ય તાવ-દુખાવા સિવાય કોઈ આડઅસર નહીં

કોરોના વેકસિનેશન અંગે ડૉ. મૌનિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વેક્સિન લેનારા એકપણ કોરોના વોરિયર્સને કોઈ જ આડઅસર થઈ નથી. વેક્સિન લીધા બાદ વેક્સિનના કારણે ઇન્જેક્શન જ્યાં લગાવ્યું હોય ત્યાં સામાન્ય દુ:ખાવો અને તાવ જેવા સામાન્ય લક્ષણો છે. આ ઉપરાંત અન્ય કોઈ આડઅસર નથી.

ABOUT THE AUTHOR

...view details