ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ જિલ્લામાં કોરોના રસીકરણનું બીજા તબક્કાનો પ્રારંભ

વલસાડ જિલ્લામાં બીજા તબક્કાનું વેક્સિનેશન કાર્યક્રમ મંગળવારે પ્રારંભ 510 લોકોને 6 સ્થળેથી કોરના વેક્સિન આપવાનું કાર્ય કરવામાં આવ્યું હતું. વલસાડ સિવિલ હોસ્પિટલ મુખ્ય તબીબે પણ કોરોના રસી લીધી હતી.

Corona vaccination
Corona vaccination

By

Published : Jan 19, 2021, 9:50 PM IST

  • કોરોના રસીનું બીજા તબક્કાનું વેક્સિનેશન મંગળવારથી શરૂ
  • 6 કેન્દ્ર પરથી 510 લોકોને કોરોના વેક્સિન અપાઈ
  • વલસાડ સિવિલમાં મુખ્ય તબીબે લીધી કોરોના વેક્સિન

વલસાડ : જિલ્લામાં મંગળવારે સિવિલ હોસ્પિટલમાં કોરોના રસીનો બીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં વલસાડ સિવિલ હોસ્પિટલના પેરામેડીકલ સ્ટાફ અને મુખ્ય તબીબ ડૉ. અમિત શાહે પણ કોરોના રસી મૂકાવી હતી.

વલસાડ જિલ્લામાં કોરોના રસીકરણનું બીજા તબક્કાનો પ્રારંભ

વલસાડ જિલ્લાના 6 કેન્દ્ર પર 510 લોકોને રસી અપાશે

વલસાડ જિલ્લામાં મંગળવારે જિલ્લાના 6 તાલુકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર પરથી 510 લોકોને કોરોના રસી આપવામાં આવી હતી.

પ્રથમ તબક્કામાં 511 લોકોને રસી આપવામાં આવી

કોરોના વેક્સિનેશનના પ્રથમ તબક્કામાં વલસાડ જિલ્લામાં કુલ 511 લોકોને કોરોના રસી આપવામાં આવી હતી. જેમાં વલસાડના ધરાશના ખાતે 118 લોકો, પારડી PHC ખાતે 110, વાપી ડુંગરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે 120, ઉમરગામ દેહરી PHC ખાતે 58, ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં 65 તેમજ કપરાડાના માંડવા ખાતે PHCમાં 40 લોકોએ કોરોના રસી લીધી હતી. પ્રથમ તબક્કામાં 511 લોકોએ રસી મૂકાવી છે.

જિલ્લામાં લોકો રસી મૂકવા માટે આગળ આવ્યા

જિલ્લામાં લોકો રસી મૂકવા માટે આગળ આવ્યા

કોરોના વેક્સિન આવ્યા બાદ અનેક ગેરમાન્યતા પ્રવર્તી રહી હતી. લોકોમાં એક સમયે ડર પણ જોવા મળ્યો હતો, પરંતુ હવે ધીરે ધીરે લોકો આગળ આવી રહ્યા છે. મંગળવારના રોજ વલસાડ જિલ્લામાં 510 લોકોને બીજા તબક્કામાં 6 સેન્ટર્સ ઉપરથી કોરોના રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details