ગુજરાત

gujarat

ETV Bharat / state

monsoon update : વલસાડ જિલ્લાના વાપી-ઉમરગામમાં વિધિવત ચોમાસાની શરૂઆત - Rain in Vapi

વલસાડ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ 2 દિવસથી વિધિવત ચોમાસુ બેસી ગયું છે. ગુરુવારે વાપી-ઉમરગામ વિસ્તારમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો હોવાથી સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં આ બન્ને તાલુકામાં સરેરાશ પોણો ઇંચ જેટલો વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે.

Valsad rain
Valsad rain

By

Published : Jun 17, 2021, 5:28 PM IST

  • વાપી-ઉમરગામમાં વિધિવત ચોમાસાની શરૂઆત
  • બન્ને તાલુકામાં સરેરાશ પોણો ઇંચ વરસાદ વરસ્યો
  • ખેડૂતો-શહેરીજનોમાં ખુશીનું મોજું પ્રસર્યું

વલસાડ : જિલ્લાના વાપી-ઉમરગામમાં મેઘરાજાએ પોતાની વિધિવત પધરામણી કરતા ખેડૂતો, શહેરીજનોમાં ખુશીનું મોજું પ્રસર્યું છે. આહલાદક ઠંડકભર્યા વાતાવરણમાં માર્ગો પર વરસાદી રિમઝીમથી રસ્તા તરબોળ થઈ રહ્યા છે. શહેરીજનો પણ રેઇનકોટ-છત્રીમાં સજ્જ થઈ વરસાદની મજા માણતા જોવા મળ્યા હતાં.

વાપી-ઉમરગામમાં વિધિવત ચોમાસાની શરૂઆત

પારડી-વલસાડમાં પણ વરસાદ

જિલ્લામાં એકાદ સપ્તાહથી હળવા વરસાદી ઝાંપટા વરસતા હોય અસહ્ય ઉકળાટ નીકળ્યો હતો. જે બાદ બુધવારે અને ગુરુવારે જિલ્લાના તમામ તાલુકાના વિસ્તારોમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ છે. ગુરુવારે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો નજરે પડી રહ્યા હતાં અને વાપી-ઉમરગામ તાલુકા પંથક ઉપરાંત પારડી-વલસાડમાં ધીમીધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું.

વલસાડ

આ પણ વાંચો : Monsoon Update : સુરત ગ્રામ્યમાં પવન સાથે Rainનું આગમન

લોકોએ વરસાદમાં ભીંજાવાની મોજ માણી

વાપીમાં બપોરના 2 વાગ્યા સુધીમાં હળવા ઝાપટાં રૂપે વરસાદ વરસતા મુખ્ય માર્ગો પર પાણી વહી નીકળ્યા હતાં. વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. વાવણી માટે રાહ જોતા ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી હતી. તો સપ્તાહ અગાઉના વરસાદમાં વાવણી કરી ચૂકેલા ખેડૂતોએ વરસાદી પાણીથી રાહતનો શ્વાસ લીધો હતો. શહેરી વિસ્તારમાં નગરજનો છત્રી-રેઇનકોટમાં સજ્જ થઈ પોતાના કામ અર્થે નીકળ્યા હતાં. તો કેટલાકે સીઝનના શરૂઆતી વરસાદમાં ભીંજાવાની મોજ માણી હતી.

વલસાડ

આ પણ વાંચો : ખેડા જિલ્લામાં Monsoon Seasonનું કડાકા સાથે મેઘરાજાનું આગમન

કપરડામાં અત્યાર સુધીનો સિઝનનો સૌથી વધુ વરસાદ

વલસાડ જિલ્લામાં સીઝનના નોંધાયેલા કુલ વરસાદની વાત કરીએ તો કપરાડા તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 122mm વરસાદ વરસ્યો છે. એ ઉપરાંત વાપીમાં કુલ 75 mm, ઉમરગામમાં 51 mm, પારડીમાં 72 mm, ધરમપુરમાં 28 mm અને વલસાડમાં 51 mm વરસાદ સિઝનનો વરસાદ નોંધાયો છે. ચોમાસાની સિઝન જામતા જિલ્લાના સૌથી મોટા ડેમ મધુબન ડેમમાં પણ 405 ક્યુસેક પાણીની નવી આવક થઈ છે. ડેમનું 68.50 મીટરનું રુલ લેવલ જાળવવા 462 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યું હોવાનું વલસાડ કન્ટ્રોલ રૂમ તરફથી જાણવા મળ્યું હતું.

વલસાડ

ABOUT THE AUTHOR

...view details