ગુજરાત

gujarat

ETV Bharat / state

ભૂત-પ્રેતની વેશભૂષામાં સજ્જ થઈ કોલેજીયનોએ મનાવ્યો હેલોવીન ડે - Vapi KBS Nataraj Professional Science College

વાપી: એક તરફ શિયાળાની ફૂલગુલાબી ઠંડીની મોસમ જામી છે, ત્યારે વલસાડ જિલ્લાની વિવિધ કોલેજોમાં કોલેજ ડેની ઉજવણી ચરમસીમાએ પહોંચી છે. વાપી નજીક આવેલી KBS નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ ખાતે પણ કોલેજીયનોએ ભવ્ય કોલેજ ડેની ઉજવણી કરી હતી. જેમાં કોલેજ ડેના ચોથા દિવસે ટ્રેડિશનલ ડે, હેલોવીન ડે, મિસમેંચ ડેમાં મનમોહક ડ્રેસ સાથે ડરામણા કોચ્યુમ અને માસ્કમાં સજ્જ થઈને ધમાલ મચાવી હતી.

vapi
ભૂત-પ્રેતની વેશભૂષામાં સજ્જ થઈ કોલેજીયનોએ મનાવ્યો હેલોવીન ડે

By

Published : Dec 30, 2019, 10:23 PM IST

વલસાડ જિલ્લાની વિવિધ કોલેજોમાં અનેક પ્રકારના કોલેજ ડેની ઉજવણી કરાઇ રહી છે. વાપી નજીક આવેલ KBS કોમર્સ અને નટરાજ સાયન્સ પ્રોફેશનલ કોલેજમાં વિદ્યાર્થીઓએ ટ્રેડિશનલ ડે, હેલોવીન ડે, મિસમેંચ ડેની ઉજવણી કરી હતી.

ભૂત-પ્રેતની વેશભૂષામાં સજ્જ થઈ કોલેજીયનોએ મનાવ્યો હેલોવીન ડે

કોલેજમાં સોમવારે યોજાયેલ ડેમાં હેલોવીન ડેમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ ડરામણા ડ્રેસ અને માસ્ક સાથે કોલેજના વિદ્યાર્થીઓ સમક્ષ રેમ્પ વોક કર્યું હતું. જેને માણી કોલેજના વિદ્યાર્થીઓમાં ડરના માહોલ સાથે અનોખો ઉત્સાહ છલકાયો હતો. કે.બી.એસ નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજમાં 150 જેટલા વિદ્યાર્થીઓએ ટ્રેડિશનલ ડ્રેસ, મિસમેચ ડ્રેસ સાથે સજ્જ થઇ કોલેજ ડેની ઉજવણી કરી હતી.

આ અંગે કોલેજના પ્રિન્સિપાલ પૂનમ ચૌહાણે જણાવ્યું હતું કે, કોલેજ ડેમાં ત્રણ પ્રકારના ડે ઉજવવામાં આવ્યા હતા. જેમાં હેલોવીન ડેમાં કોલેજના વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ ભૂત-ચુડેલના કોસ્ચ્યુમમાં સજ્જ થઇ આવ્યા હતા. અને રેમ્પ વોક કર્યું હતું. કેટલાક વિદ્યાર્થીઓએ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી તો કેટલાક વિદ્યાર્થીઓએ મિસમેચ ડ્રેસમાં સજ્જ થઇ ડેની ઉજવણી કરી હતી. જેમાં જજ તરીકે આવેલા નિર્ણાયકો દ્વારા પણ નિર્ણય લેવામાં અવઢવ અનુભવવી પડી હતી. જે ઉત્સાહ કોલેજ ડેમાં બતાવ્યો છે. તેઓ ઉત્સાહ અભ્યાસમાં બતાવી પોતાનું, કોલેજનું અને દેશનું નામ રોશન કરે તેવી લાગણી પ્રિન્સિપાલે વ્યક્ત કરી હતી.

ભૂત-પ્રેતની વેશભૂષામાં સજ્જ થઈ કોલેજીયનોએ મનાવ્યો હેલોવીન ડે

હેલોવીન ડે દરમ્યાન ભૂત-પ્રેતના ડ્રેસમાં અને માસ્ક સજ્જ થઇને આવેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, આનાથી અમને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું છે. એન્જોયમેન્ટ માટે અમે આ થીમ પસંદ કરી છે. તે માટે 3 દિવસ પહેલાંથી જ ખૂબ જ તૈયારીઓ કરી હતી. માસ્ક તૈયાર કરવા માટે સવારમાં 5 વાગ્યાથી ઊઠીને 3 કલાકની મહેનત બાદ, માસ્ક તૈયાર કર્યા છે. અમારો ઉદ્દેશ્ય બધાને ડરાવવાનો જ હતો. તે માટે અમે ડરામણા માસ્ક અને ડ્રેસ પહેરીને અહીં આવ્યા છીએ અને રેમ્પ વોક કર્યું હતું. જો કે, ઉપરનો અમારો આ ડ્રેસ ભલે એક ડરામણા વ્યક્તિનો હોય પરંતુ અંદરથી અમે ખૂબ જ સારા યુવાનો છીએ.

તો કોલેજમાં જજની નિર્ણાયક ભૂમિકા તરીકે ઉપસ્થિત રહેલા કોલેજના જ મુખ્ય દાતા કેશવજી ભારમાલ સુમરીયાની પુત્રી ભારતી સુમરીયાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં ડેને લઇ જે ઉત્સાહ છે. અને તે માટે જે તૈયારીઓ કરીને આવેલા છે. તેનાથી ખૂબ જ આનંદ આવ્યો અને સિલેક્ટેડ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં ખુબજ મુશ્કેલી અનુભવી હતી. જજની નિર્ણાયક ભૂમિકા તરીકે ઉપસ્થિત રહેલ અન્ય પુનિતા અચલ શાહે જણાવ્યું હતું કે, આ વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે આવા કાર્યક્રમમાં ભાગ લઇ પોતાનામાં રહેલી આવડતને બહાર લાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, KBS નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજમાં ચાલતા ડે પ્રસંગે કોલેજના 500 થી વધુ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓમાં ડેની ઉજવણીનો આનંદ છલકાતો જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ સાથે કોલેજના આચાર્ય પ્રોફેસરો તેમજ તમામ સ્ટાફ પણ જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details