શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાનનો પારો ગગડતા ઠુંઠવે તેવી ઠંડીની અસર જોવા મળી રહી છે. જેના કારણે વહેલી સવારથી લોકો પોતાની જાતને બચાવવા માટે તાપણા અને ગરમ કપડાનો સહારો લઈ રહ્યા હતાં. સવારમાં પોતાના કામ માટે નીકળેલા લોકોને રસ્તા પર નીકળવું તકલીફભર્યૂ લાગતું હતું. જેના કારણે વાહનચાલકોને વાહનોની હેડ લાઇટ ચાલુ કરી વાહનો ચલાવવાની ફરજ પડી હતી.
વલસાડમાં તાપમાનનો પારો ગગડ્યો, ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે વાહનચાલકોને હાલાકી - ઠંડીના સમાચાર
વલસાડ: શહેરમાં વહેલી સવારથી ધુમ્મસભર્યૂ વાતાવરણ સર્જાતા વાહનચાલકોને આવા-ગમન માટે ભારે હાલાકી પડી રહી હતી. ધુમ્મસનું પ્રમાણ એટલું વધું હતું કે, 5 મીટર આગળનું કંઈ જ દ્રશ્ય દેખાતું જ નહોતું.
મહત્વનું છે કે, હાલની સીઝન ખેડૂતો માટે આંબાવાડીમાં મંજરીની સીઝન કહેવાય છે. જો ધુમ્મસભર્યૂં વાતાવરણ રહે તો તેની સીધી અસર આંબાવાડી ઉપર પડે છે. ધુમ્મસ કેરીના પાકને નુકસાન કરી શકે છે. આંબાવાડીના ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો હતો.
નોંધનીય છે કે, હવામાન વિભાગ દ્વારા વધુ ત્રણ દિવસ ઠંડી વધશે તેવી આગાહી કરવામાં આવી હતી. જેને પગલે છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં ઠંડીનો પારો નીચો થઇ રહ્યો છે. હાલમાં વાતાવરણ બદલાતા વહેલી સવારથી ધુમ્મસભર્યૂં વાતાવરણ જોવા મળ્યું હતું.