સામાજિક કાર્યકર પ્રકાશ આરેકરે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, લોકોમાં પોલીસ પ્રત્યે પૈસા ખાઉં છાપ છે. પૈસા તો દિલ્હીના સંસદથી લઈને દરેક ખાતામાં ખવાય છે. જે પોતાના પરિવારને છોડી 365 દિવસ પોતાની ફરજ નિભાવે છે. તે પોલીસ તરફ આટલો ભેદભાવ કેમ?
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ગ્રામ પંચાયતના માજી સરપંચ અને સામાજિક કાર્યકર પ્રકાશ આરેકરે પોલીસ જવાનો પ્રત્યે પોતાની હમદર્દી બતાવતો પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો ફેક્સ દ્વારા મોકલ્યો છે. જેમાં તેમણે લખ્યું કે, પોલીસ જવાનોનો મુદ્દો ખૂબ જ મહત્વનો છે. જેના પ્રત્યે કોઈ સરકાર ધ્યાન આપતી નથી. પોલીસ જવાનો વર્ષના 365 દિવસ પોતાના પરિવારને ભૂલી તહેવારોમાં, સામાજિક કાર્યક્રમોમાં, સરકારી સમારંભોમાં, કુદરતી આફતોમાં સતત વ્યસ્ત રહે છે.
ઉપરાંત જ્યારે સમાજના અન્ય પરિવારો પોતાના માતાપિતા બાળકો સાથે સમય પસાર કરવામાં કે, ઉજવણી કરવામાં વ્યસ્ત હોય છે. પોલીસ જવાનો પોતાના પરિવારથી બાળકોથી દૂર ફરજમાં વ્યસ્ત હોય છે. આ કારણે તેઓ ખૂબ જ માનસિક તાણમાં રહે છે. અઠવાડિયાની મળતી રજા પણ મંત્રીઓની ફરજમાં ગુમાવવી પડે છે.