ધરમપુરના ગુંદીયા આશ્રમ શાળાના બાળકને સાપ કરડ્યો, હાલત ગંભીર - ગુંદીયા આશ્રમ શાળા
વલસાડઃ જિલ્લાના ધરમપુરના ગુંદીયા ગામે આવેલ આશ્રમ શાળાના 9 વર્ષીય બાળકને રાત્રે જમીન ઊંઘતા સાપ કરડી જતા ગંભીર હાલતમાં ધરમપુરની સાઈનાથ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે આજે ત્રણ દિવસ બાદ બાળકની હાલત સ્થિર થઈ હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું.

ધરમપુરના ગુંદીયા આશ્રમ શાળાના બાળકને સાપ કરડતા બાળકની હાલત ગંભીર
ગ્રામ સેવા સભા ધરમપુર દ્વારા સંચાલિત ગુંદીયા ગામે આવેલી આશ્રમ શાળામાં રહી કરતો ધોરણ 4 માં અભ્યાસ કરતો પિયુષ ચંદુભાઈ કામળી તારીખ 22 ના રોજ રાત્રે આશ્રમ શાળામાં જમીન ઉપર સુતો હતો, તે દરમિયાન કોમન ક્રેટ (મણિયાર) સાપ ડંખ મારતા તેની તબિયત લથડી પડી હતી, જેને સર્પદંશ સારવાર માટે જાણીતા તબીબ ડો. ધીરુભાઈ પટેલના દવાખાને રાત્રે 2 વાગ્યે લાવવામાં આવ્યો હતો અને સારવાર ચાલી રહી છે. સર્પદંશ પારખીને ડોકટર દ્વારા સારવાર શરૂ કરવામાં આવી હતી. હાલ તેની હાલત સ્થિર થઈ હોવાનું ડોકટર જણાવ્યું હતું
ધરમપુરના ગુંદીયા આશ્રમ શાળાના બાળકને સાપ કરડતા બાળકની હાલત ગંભીર