ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં પોલીયો દિવસની કરાઈ ઉજવણી - Polio Day 2020

વલસાડઃ જિલ્લામાં રવિવારે પોલીયો દિનની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત જિલ્લાના વિવિધ સ્થળો પર 956 બૂથ લગાવવામાં આવ્યાં હતાં. 0થી 5 વર્ષ સુધીના તમામ બાળકોને પોલીયોના ટીપાં પીવડાવવામાં આવ્યાં હતા. આ કાર્યક્રમનો પ્રારંભ સાંસદ કે.સી પટેલના હસ્તે કરાયો હતો.

Valsad
વલસાડ

By

Published : Jan 20, 2020, 5:32 AM IST

સમગ્ર ભારતમાંથી બાળકોમાં પંગુતા લાવનારી બીમારી દૂર કરવા માટે રાષ્ટ્રીયકક્ષાએ રવિવારે પોલીયો દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 0 થી 5 વર્ષ સુધીના તમામ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવીને આ બીમારીમાંથી ભયમુક્ત કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમનો પ્રારંભ સાંસદ કે.સી પટેલના હસ્તે કરાયો હતો.

વલસાડમાં પોલીયો દિવસની કરાઈ ઉજવણી

આ કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લાના જાહેર સ્થળોએ કુલ 956 બૂથ લગાવવામાં આવ્યા હતાં. જેમાં 1,73,157 બાળકોને પોલીયોના ટીપાં પીવડાવવમાં આવ્યાં હતાં. આ કાર્ય માટે આરોગ્ય વિભાગે 2007 ટીમોને કાર્યરત કરી હતી. જેમાં 45 જેટલી મોબાઈલ ટીમ પણ જોડાઈ હતી. તેમજ 188 સુપરવાઇર સમગ્ર કાર્ય પર નજર રાખી રહ્યાં હતા.

નોંધનીય છે, હજુ બે દિવસ સુધી આરોગ્ય વિભાગના કર્મચારીઓ બાકી રહેલા બાળકોના ઘરે-ઘરે ફરીને રસીકરણ કરશે.

ABOUT THE AUTHOR

...view details