ઉમરગામ M. K. મહેતા શાળા ખાતે ગુરુપૂર્ણિમાના દિવસે હિન્દુ જનજાગૃતિ સમિતિ અને સનાતન સંસ્થા દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંગે સનાતન સંસ્થાના વિજય પાટીલે જણાવ્યું હતું કે, હિન્દુ જન જાગૃતિ સમિતિ વિશ્વવ્યાપી છે. આજના દિવસે મહાનુભાવોની પ્રતિમાઓનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. સાથે જ ઉપસ્થિત તમામ લોકોને હિન્દુ જનજાગૃતિ, હિન્દૂ રાષ્ટ્રની સ્થાપના અંગે આવશ્યક માર્ગદર્શન આપ્યું હતું. હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરવાની કેમ જરૂરિયાત ઊભી થઈ રહી છે અને સંસ્થા આ માટે કેવા પ્રયાસો કરી રહી છે તે અંગે ઉપસ્થિત વક્તાઓએ શ્રોતાઓને માર્ગદર્શન આપ્યું હતું.
ગુરુપૂર્ણિમા મહોત્સવ કાર્યક્રમ સાથે એક વિશેષ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સનાતન સંસ્થા દ્વારા શુદ્ધ સાત્વિક ઉત્પાદનો જેવાકે કંકુ, સાબુ, અત્તર અગરબતી સહિતની પ્રોડક્ટનું પ્રદર્શન રખાયું હતું. ઘરમાં મંદિરની સ્થાપના કઈ રીતે કરવામાં આવે છે તે અંગે પણ વિશેષ પ્રદર્શન, વાસ્તુ શાસ્ત્ર, વિવિધ ધર્મગ્રંથોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. જેમાં ધાર્મિક પુસ્તકો રાખવામાં આવ્યા હતા. તો ઔષધિય વનસ્પતિઓ કઈ કઈ છે અને તે માનવ શરીર માટે કેટલી ફાયદાકારક છે તે અંગે ઔષધિય વનસ્પતિઓનું પ્રદર્શન પણ રખાયું હતું.
ઉમરગામમાં સનાતન સંસ્થા દ્વારા ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઈ - gujarat
વલસાડઃ ગુરૂપૂર્ણિમાના દિવસે હિન્દુ જન જાગૃતિ સમિતિ અને સનાતન સંસ્થા દ્વારા ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. વલસાડના ઉમરગામે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુરૂપૂજન સાથે શુદ્ધ સાત્વિક ઉત્પાદનો, ધર્મગ્રંથો, ક્રાંતિકારીઓના જીવન કમળના પ્રદર્શન સહિતનું આયોજન કરાયું હતું.
ઉમરગામમાં સનાતન સંસ્થા દ્વારા ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઈ
ગુરુપૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ પહેલું પૂજન થતું હોય છે જેને ધ્યાનમાં રાખીને ભગવાન વિષ્ણુના મહત્વને તેમના પૂજન અંગે પણ પ્રદર્શનમાં ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.