ગુજરાત

gujarat

ETV Bharat / state

ધરમપુરના ભેંસધરામાં તાલુકા કક્ષાના 71મા વન મહોત્સવની ઉજવણી

વલસાડ જિલ્લામાં ધરમપુર તાલુકામાં આવેલા ભેંસુદલા ગામે આદર્શ બુનિયાદી શાળામાં આજે તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી અને આદિજાતિ વિકાસ પ્રધાન રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં કરાઇ હતી. જેમાં વૃક્ષારોપણ કર્યા બાદ વન અને આદિજાતિ વિકાસ પ્રધાન રમણલાલ પાટકરએ વૃક્ષને લીલી ઝંડી બતાવીને રવાના કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન તેમણે વૃક્ષોની મહત્તા અને પર્યાવરણની જરૂરિયાત અંગેની માહિતી આપી હતી.

વલસાડ

By

Published : Aug 22, 2020, 10:24 AM IST

વલસાડ: જિલ્લામાં ધરમપુર તાલુકામાં આવેલા ભેંસુદલા ગામે આદર્શ બુનિયાદી શાળામાં આજે તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી અને આદિજાતિ વિકાસ પ્રધાન રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં કરાઇ હતી. જેમાં વૃક્ષારોપણ કર્યા બાદ વન અને આદિજાતિ વિકાસ પ્રધાન રમણલાલ પાટકરએ વૃક્ષને લીલી ઝંડી બતાવીને રવાના કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન તેમણે વૃક્ષોની મહત્તા અને પર્યાવરણની જરૂરિયાત અંગેની માહિતી આપી હતી.

ધરમપુરમાં ભેંસધરા ખાતે તાલુકા કક્ષાના 71 માં વન મહોત્સવની ઉજવણી
ધરમપુર તાલુકાના ભેંસુદલા ગામે આવેલી આદર્શ બુનિયાદી શાળા કોમ્યુનિટી હોલમાં આદિજાતિ વિકાસ પ્રધાન રમણલાલ પાટકરના અધ્યક્ષ સ્થાને 71માં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ધરમપુર વન વિભાગના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં, આ સાથે સાથે ધરમપુરના ધારાસભ્યએ અરવિંદભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ હાજરી આપી હતી.
ધરમપુરમાં ભેંસધરા ખાતે તાલુકા કક્ષાના 71 માં વન મહોત્સવની ઉજવણી

આ કાર્યક્રમ દરમિયાન આદિજાતિ વિકાસ પ્રધાન રમણલાલ પાટકરએ જણાવ્યું કે, હાલમાં ચાલી રહેલી કોરોનાની વૈશ્વિક મહામારી લોકોને ઓક્સિજનનું શું મહત્વ છે અને વૃક્ષોનું મહત્વ છે, એ તમામ લોકોને સમજાઈ ગયું છે. જેથી તમામ લોકોએ વૃક્ષો વાવવા જોઇએ. તેમણે કહ્યું કે, એક વ્યક્તિને જીવવા માટે આઠ જેટલા વૃક્ષોના ઓક્સિજનની જરૂર પડે છે. જેથી એક વ્યક્તિએ ઓછામાં ઓછા 10થી 12 જેટલા વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. તેમણે એમ પણ ઉમેર્યું કે, 1950માં વનીકરણ કાર્યક્રમ અંતર્ગત કનૈયાલાલ મુનશીએ કરેલી પહેલને કારણે હાલ તમામ લોકો વન મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે, જે અંતર્ગત આજે ધરમપુર તાલુકા કક્ષાએ તેની ઉજવણી કરાઇ છે. આજે આ કાર્યક્રમ દરમિયાન તેમણે કોમ્યુનિટી હોલના પટાંગણમાં વિવિધ વૃક્ષોનું વાવેતર પણ કર્યું હતું. તેમણે કહ્યું કે, ધરમપુર કપરાડા અને ડાંગ જેવા જંગલ ધરાવતા વિસ્તારમાં લોકોની રોગ પ્રતિકારક શક્તિ આપમેળે જ વધી જાય છે. જેઓ પ્રકૃતિના સાનિધ્યમાં રહે છે, જેથી દરેક લોકોએ તેની મહત્ત્વતા સમજવી જોઈએ અને વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ.

ધરમપુરમાં ભેંસધરા ખાતે તાલુકા કક્ષાના 71 માં વન મહોત્સવની ઉજવણી

સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધરમપુર ફોરેસ્ટ વિભાગના acf વાય એસ ઝાલા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સભ્ય નિર્મળાબેન જાદવ જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ, ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં, મહત્વનું છે કે, જિલ્લા કક્ષાએ વન મહોત્સવની ઉજવણી બાદ હવે દરેક તાલુકા કક્ષાએ તેની ઉજવણીનો આરંભ કરવામાં આવ્યો છે. જે પૈકી આજે ધરમપુર તાલુકામાં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરાઇ હતી.

ABOUT THE AUTHOR

...view details