ગુજરાત

gujarat

ETV Bharat / state

31stની ઉજવણીઃ વલસાડ જિલ્લા મથકમાં 1400થી વધુ નબીરાઓ સામે ફરિયાદ

વલસાડ જિલ્લામાં 31 ડિસેમ્બરે રાત્રીએ દમણ કે સેલવાસથી મહેફિલ માણીને આવનારા લોકોનું ચેકિંગ કરવા ચેક પોસ્ટ ઉપર જિલ્લા પોલીસ ઉભી હતી. ચેક પોસ્ટ પર આવતા લોકોને ચેકીંગ કરી દારુ પીધેલી હાલતમાં મળી આવતા ધરપકડ કરવામાં આવી હતી. વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ મથકો પર મળી ને કુલ 1400 જેટલા દારૂના કેસ નોંધાયા હતા. નવા વર્ષના પ્રથમ દિવસ જ પોલીસની મહેમાનગતિ માણનારને છોડાવવા માટે 1લી જાન્યુઆરીએ અનેક પરિજનો જામીન લઈને પોલીસ મથકે આવતા જોવા મળ્યા હતા.

વલસાડ જિલ્લા મથકમાં 1400થી વધુ નબીરાઓ સામે ફરિયાદ
વલસાડ જિલ્લા મથકમાં 1400થી વધુ નબીરાઓ સામે ફરિયાદ

By

Published : Jan 1, 2021, 9:06 PM IST

  • વલસાડ જિલ્લામાં 1400થી વધુ નબીરાઓની ધરપકડ
  • દમણ અને સેલવાસથી 31STની ઉજવણી કરીને આવતા નબીરાઓ
  • 18થી વધુ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયુ હતુ

વલસાડઃ જિલ્લામાં 31 ડિસેમ્બરે રાત્રીએ દમણ કે સેલવાસથી મહેફિલ માણીને આવનારા લોકોનું ચેકિંગ કરવા ચેક પોસ્ટ ઉપર જિલ્લા પોલીસ ઉભી હતી. ચેક પોસ્ટ પર આવતા લોકોને ચેકીંગ કરી દારુ પીધેલી હાલતમાં મળી આવતા ધરપકડ કરવામાં આવી હતી. વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ મથકો પર મળી ને કુલ 1400 જેટલા દારૂના કેસ નોંધાયા હતા. નવા વર્ષના પ્રથમ દિવસ જ પોલીસની મહેમાનગતિ માણનારને છોડાવવા માટે 1લી જાન્યુઆરીએ અનેક પરિજનો જામીન લઈને પોલીસ મથકે આવતા જોવા મળ્યા હતા. વલસાડ સીટીમાં 143, વલસાડ રૂરલ 82, ડુંગરીમાં 66, પારડીમાં 274, ધરમપુર 54, કપરાડા 45, નાનાપોઢા 51, વાપી ડુંગરા 201, વાપી GIDC 159, વાપી ટાઉન 258, ભીલાડ 105, ઉમરગામ 93, મરીન 27 મળી 1200થી કેસ નોંધાયા છે.

વલસાડ જિલ્લા મથકમાં 1400થી વધુ નબીરાઓ સામે ફરિયાદ

18 ચેક પોસ્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયુ

જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં સંઘ પ્રદેશને અડીને આવેલી 18 ચેક પોસ્ટ ઉપર ચેકીંગ હાથ ધરવામાં અવ્યુ હતું. સંક્રમણ ન ફેલાય એ માટે પોલીસ વિભાગ દ્વારા બ્રેથ એનેલાઈઝરમાં યુઝ એન્ડ થ્રો સ્ટ્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચકાસણી દરમિયાન આલ્કોહોલ જણાઈ આવતા લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

1400 લોકો દારૂના નશામાં પરત થતા ઝડપાયા

31 ડિસેમ્બરના રોજ દારૂનો નશો કરીને પરત ફરી રહેલા 200થી વધુ લોકોને પોલીસે વિવિધ ચેકપોસ્ટ ઉપરથી દારૂના નશામાં પકડ્યા છે. તેમની સામે દારૂના કેસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે ચેકપોસ્ટ ઉપર પોલીસ મથક સુધી લાવવા માટે પારડી પોલીસ મથક દ્વારા વિશેષ બસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેમાં એક સાથે સામાજિક અંતર રાખીને અનેક લોકોને લાવવામાં આવ્યા હતા.

દારુના નશામાં પકડાયેલા લોકોને રાખવા માટે પોલીસે હોલ બુક કર્યા હતા

31 ડિસેમ્બરના રોજ દારૂનો નશો કરી દમણથી પરત આવતા અનેક લોકો પોલીસના હાથે ઝડપાયા છે. આ વખતે કોરોના સંક્રમણ હોવાથી સરકારી ગાઈડલાઈનનું પાલન થાય તેવા હેતુથી પોલીસ મથકની આસપાસના વિસ્તારમાં આવેલા હોલ બુક કર્યા હતા.

દારુના નશામાં પકડાયેલા લોકોના જામીન લઈ પરિજનો પોલીસ મથકે

આમ દારૂનો નશો કરીને આવનારા લોકોની પોલીસે ધરપકડ કરી હતી. આથી 1લી જાન્યુઆરીએ વહેલી સવારથી જ તેમને છોડાવવા માટે અને પરિજનો જામીન લઇને પોલીસ મથકનાં ચક્કર કાપતા જોવા મળ્યા હતા. મોડી રાત્રે પોલીસે દારુના નશામાં પોલીસ સામે દાદાગીરી કરતા હતા, તેઓ વહેલી સવારે દારૂ ઉતરી ગયા બાદ પોલીસકર્મીઓને હાથ જોડીને માફી માંગતા પણ જોવા મળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details