કરિયાણાના ઉધારીના રૂપિયા બાબતે યુવકને ઢોર માર માર્યો, સારવાર દરમિયાન થયું મોત - news in money borrowed
વાપી: સુલપડમાં કરિયાણાની દુકાનના રૂપિયા બાકી હોવા અંગે દુકાનદારે કલરના કોન્ટ્રાક્ટરને તેના સાગરીતો સાથે લાકડા અને ઢીકામુક્કીનો માર માર્યો હતો. જેેેમાં ગંભીર ઇજાઓને કારણે યુુુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસ દ્વારા 5 ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાપીમાં ઉધારીના રૂપિયા બાબતે યુવકને ઢોર માર મારતા યુવકનું સારવાર દરમિયાન મોત
વાપી નજીક બલીઠામાં રહેતા ટુના ઉર્ફે ટુની આઝાદ યાદવે શનિવારે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, શુક્રવારે રાત્રે પતિ સાથે કલર કામ કરતા મુકેશ અને ધર્મેન્દ્ર બંને સાથે પતિ આઝાદને ઘરે લઇ આવ્યા હતા. ત્યારે પતિ બરાબર બોલી શકતા ન હોવાથી તેમને પૂછતા સુલપડમાં રાશનની દુકાનવાળો પીંકુ ઉર્ફે પ્રિયાંક તેના મિત્ર મેહુલ પટેલ, રિતેષ પટેલ, પ્રજ્ઞેશ પટેલ અને અવિનાશ પટેલ ઉર્ફે પકીયોએ લાકડા અને ઢીકામુક્કીથી માર માર્યા હોવાનું જાણવા મળ્યું હતું.