- 25 માર્ચથી 2 એપ્રિલ સુધીમાં 113 કોરોના કેસ પોઝિટિવ નોંધાયા
- કોરોના પોઝિટિવની સંખ્યા સામે સારવાર લઈ રહેલા માત્ર ૨૭ લોકો નવ દિવસમાં રજા લઈને ઘરે ભેગા થયા
- છેલ્લા બે દિવસમાં એટલે કે 1 એપ્રિલ અને 2 એપ્રિલ દરમિયાન 36 કેસ સામે આવ્યા છે
- આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિશેષ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે
- વલસાડ જિલ્લામાં છેલ્લા નવ દિવસમાં 113 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે
વલસાડઃ ગુજરાતના મોટા મહાનગરોને બાદ કરતા હવે ધીરે ધીરે નાના શહેરોમાં પણ કોરોનાનો પગપેસારો વધી રહ્યો છે. વલસાડ જિલ્લાની વાત કરીએ તો 25 માર્ચથી 2 એપ્રિલ સુધીમાં નવ દિવસમાં 113 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાઈ ચુક્યા છે. જેની સામે સિવિલ હોસ્પિટલના કોવિડ-19ની મહા સારવાર લઇ સાજા થયેલા માત્ર 27 લોકોને રજા આપવામાં આવી છે.
વલસાડમાં 9 દિવસમાં 113 કોરોના કેસઃ 27 દર્દી સાજા થયા ક્યારે કેટલા કેસ નોંધાયા 25 માર્ચના રોજ 8 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે 26 માર્ચના રોજ 10 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. 27 માર્ચના રોજ 10 પોઝિટિવ કેસ સામે આવ્યા. 28 માર્ચના રોજ 13 પોઝિટિવ કેસ નોંધાયા હતા. 29 માર્ચના રોજ 14 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 30 માર્ચના રોજ 13 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. 31 માર્ચના રોજ 9 પોઝિટિવ કેસ નોંધાયા, તો 1 એપ્રિલના રોજ એક સાથે 17 કેસ સામે આવ્યા હતા. જ્યારે 2 એપ્રિલના રોજ 19 કેસ વલસાડ જિલ્લામાં નોંધાયા છે.
આ પણ વાંચોઃ200થી વધારે મહારષ્ટ્રીયન દર્દીઓ લઈ રહ્યા છે સુરતની કોવિડ હોસ્પિલમાં સારવાર
વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1,538 કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે
આરોગ્ય વિભાગની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, વલસાડ જિલ્લામાં ગયા વર્ષથી લઈને અત્યાર સુધીમાં 1,538 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે. હાલ તાજેતરની વાત કરીએ તો સિવિલ હોસ્પિટલમાં કોવિડના 120 જેટલા લોકો કોરોનાની સારવાર હેઠળ છે, જ્યારે 1265 જેટલા લોકો સાજા થઇ જતા રજા આપી દેવામાં આવી છે.
વલસાડમાં 9 દિવસમાં 113 કોરોના કેસઃ 27 દર્દી સાજા થયા આ પણ વાંચોઃવડોદરાની SSG હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગમાં 8 બાળકો કોરોના સંક્રમિત
જિલ્લામાં અત્યાર સુધીમાં 46768 લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે
વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં 46,768 લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે. જેમાં 265 લોકો પોઝિટિવ આવ્યા છે. જ્યારે 45230 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આમ વલસાડ જિલ્લામાં દિનપ્રતિદિન કોરોનાની રફતાર વધતી જઈ રહી છે. જોકે આરોગ્ય વિભાગની ટીમ આ સમગ્ર બાબતને પહોંચી વળવા માટે કામે લાગી છે અને સતર્કતા પણ દાખવી રહી છે, પરંતુ તેમ છતાં પણ કોરોના કેસની રફતારને રોકવા માટે યોગ્ય પગલાં ભરવામાં આવે એવી માગ લોકોમાં ઉઠી છે.